ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનો દરમિયાન સરકાર અને પોલીસ સામે બાયો ચઢાવનારા પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો સુરતમાં દાખલ થયા બાદ હવે અન્ય સાથીઓ પણ પોલીસના સકંજામાં આવી રહ્યા છે. અમદાવાદ પોલીસે PAASનાં કન્વીનર દિનેશ પટેલ અને ચિરાગ પટેલની હાઇકોર્ટ બહારથી ધરપકડ કરી હતી. એડવોકેટ માંગુકિયાની ગાડીમાં દિનેશ પટેલ અને ચિરાગ પટેલની સાથે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકે લાલજી પટેલની ભૂલથી અટકાયત કરવામાં આવી હોવાનું ક્રાઈમ બ્રાંચને ધ્યાને આવ્યું હતું. જેથી તેમને છોડી મુકાવામાં આવ્યા હતા, જોકે આ વાત મીડીયા આવતા મહેસાણામાં લોકોના ટોળા રસ્તા ઉપર આવ્યા હતાં અને થોડી તોડફોડ પણ કરી હતી. ક્રાઈમ બ્રાંચની કસ્ટડી માંથી છૂટ્યા બાદ લાલજી પટેલે એક સેલ્ફી વિડીયો દ્વારા સમાજને શાંત રહેવા વિનંતી કરી હતી. સાથે એમ પણ કહ્યું હતું કે તોફાનો કરવાથી અનામત ન મળે.
જોકે અહીં મહતવની વાત એ છે કે જે લોકો સાથે લાલજી પટેલને પોલીસ લઇ ગઈ હતી તે ચિરાગ કે દિનેશ પટેલ તથા હાર્દિક વિષે લાલજી એક શબ્દ પણ બોલ્યા ન હતાં