Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પટેલ આંદોલનના આગળના ચરણની શરૂઆત આજે સુરતથી કરશે

હાર્દિક પટેલ આંદોલનના આગળના ચરણની શરૂઆત આજે સુરતથી કરશે
અમદાવાદ. , બુધવાર, 2 સપ્ટેમ્બર 2015 (11:16 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલે સોમવારે કહ્યુ કે પટેલ સમુદાયને અન્ય પછાત વર્ગ(ઓબીસી) શ્રેણે હેઠળ અનામતની માંગ પર જોર આપવા માટે આંદોલનનુ આગામી ચરણ મંગળવારે સૂરતથી શરૂ થશે. 
 
આ આંદોલનને લઈને ગયા અઠવાડિયે ગુજરાતમાં હિંસા થઈ હતી. હાર્દિક આ આંદોલનની આગેવાની કરી રહ્યા છે. દિલ્હી આજે અહી અમદાવાદ હવાઈ મથક પહોંચેલ હાર્દિકે દાવો કર્યો કે અનામત માટે આંદોલનના વિવિધ સમુહોનુ સમર્થન મળ્યુ છે અને આવનારા દિવસોમાં દેશના અન્ય ભાગમાં રેલીઓ કાઢવામાં આવશે. 
 
તેમણે કહ્યુ, ' અમે રાજ્યમાં આંદોલનના બીજા ચરણ માટે યોજના તૈયાર કરવા માટે પ્રદેશમાં અમારા બધા 137 નેતાઓની આજે સાંજે બેઠક બોલાવી છે. અમે કાલે સૂરતથી આંદોલન શરૂ કરીશુ. અમે આ વખતે તાલુકા અને ગામ સ્તર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશુ. હાર્દિકે દાવો કર્યો કે આંદોલનના બીજા ચરણમાં આખા દેશનુ ધ્યાન આકર્ષિત કરીશુ. 
 
તેમણે હવાઈ મથક પર સંવાદદાતાઓએન કહ્યુ, 'અમે અમારા આગામી કાર્યક્રમો અને રાજ્યમાં થનારી રેલીઓ વિશે આવતીકાલે સત્તાવાર જાહેરાત કરીશુ. આ વખતે આખા દેશની નજર અમારા કાર્યક્રમ પર હશે. અમે મહાત્મા ગાંધી દ્વારા બતાવેલ રસ્તા પર ચાલીશુ.' આંદોલનના પહેલા ચરણમાં હાર્દિક અને તેમના સમુહના રાજ્યના વિવિધ ભાગોમાં રેલીઓનુ આયોજન કર્યુ હતુ.  અમદાવાદમાં 25 ઓગસ્ટના રોજ તેમની મેગા રેલી પછી હિંસા થઈ હતી જેમા 10 લોકોનુ મોત થઈ ગયુ હતુ. 
 
પોતાની દિલ્હી યાત્રાની વિગત આપતા હાર્દિકે કહ્યુ કે અનેક સંગઠનોએ તેમના આંદોલનને સમર્થન આપ્યુ છે. 
 
હાર્દિકે વિવિધ સંગઠનોના પત્ર પણ બતાવ્યા જેમણે સમર્થન આપ્યુ છે.  આ સંગઠનોમાં ગુજ્જર વિકાસ પરિષદ, કુર્મી ક્ષત્રિય મહાસભા, અંજાના ચૌધરી સમાજ, રાષ્ટ્રીય ગુજ્જર મંચનો સમાવેશ છે. તેમણે કહ્યુ, 'હવે આખા દેશમાંથી અમર્થન મળી રહ્યુ છે. ગુજ્જર, કુર્મી, ચૌધરીઅને અને અનેક બીજા અમારી સાથે છે. અમારુ આંદોલન અન્ય ભાગમાં પણ ફેલાશે. આવનારા દિવસોમાં અમે ઉત્તર પ્રદેશમાં લખનૌમાં એક રેલી કરવાની યોજના બનાવી છે. હાર્દિક મુજબ પટેલ, ગુજ્જર, અને કુર્મીની કુલ વસ્તી 27 કરોડ છે. 
 
તેમણે કહ્યુ, 'અમે અનામતની માંગ કરતા એક આવેદન પર અમારા બધા 27 કરોડ સભ્યોના હસ્તાક્ષર લેવા અને તેને પ્રધાનમંત્રીને સોંપવાની યોજના બનાવી છે.' 
 
તેમણે કહ્યુ, 25 ઓગસ્ટ પહેલા અમે 37 રેલીઓ આયોજીત કરી અને કોઈમાં પણ આવી હિંસા નથી થઈ. હુ હિંસા ભડકાવવા માટે પોલીસ અને ગુજરાત સરકારને જવાબદાર માનુ છુ.  અમે હંમેશા ગાંધીજી દ્વારા બતાવેલ રસ્તાનુ અનુકરણ કર્યુ.  
 

Share this Story:

Follow Webdunia gujarati