Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેલમાંથી છુટયા બાદ હાર્દિક કિંજલ પટેલ સાથે સગાઇ કરશે

webdunia
રાજકોટ, , રવિવાર, 27 માર્ચ 2016 (06:55 IST)
રાજદ્રોહ કેસમાં સુરતની જેલમાં બંધ ‘પાસ'ના સુત્રધાર પટેલ છુટીને તરત જ સગાઇ કરશે. હાર્દિકની ભાવી જીવનસાથીનું નામ કિંજલ પટેલ છે. કિંજલ વિરમગામની જ રહેવાસી છે. હાર્દિક અને કિંજલની સગાઇ પાટીદાર રિવાજ મુજબ જ કરવાનો નિર્ણય બન્ને પરિવારોએ કર્યો હોવાનું પ્રસિધ્‍ધ થયું છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિકના પરિવારજનો બહુ અગાઉ જ બંનેની સગાઇ કરવાના હતા. હાર્દિક અને કિંજલ એકબીજાને ઘણા સમયથી જાણતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિંજલ અને હાર્દિક પાટીદાર સમાજના રિવાજો પ્રમાણે સગાઇ કરશે અને પછી લગ્ન પણ એજ પ્રમાણે કરશે. અગાઉ ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ને લઇને હાર્દિક પટેલની અંગત લાઇફ ચર્ચામાં હતી. પરંતુ આ વખતે તેની રિયલ લાઇફને લઇને તે ચર્ચામાં છે.

   પ્રસિદ્ધ થયેલ માહિતી મુજબ હાલ  જેલમાં બંધ હાર્દિક પટેલ અને કિંજલ વચ્‍ચે પત્રો દ્વારા વાતચીત થઇ રહી છે ખાસ કરીને કિંજલના કહેવાથી જ આર્દિક જેલમાં  બેઠેબેઠા બુક લખી રહ્યો છે. બુકમાં પણ કિંજલ હાર્દિને મદદ થઇ રહી છે અને પુસ્‍તક માટે જરૂરી માહિતી પુરી પાડી રહી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. સહિત્‍ય રસીક હોવાથી અને હાર્દિકની અત્‍યાર સુધીની સફરની તે સાક્ષી છે ત્‍યારે તે સતત હાર્દિકને પ્રેરણા આપી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati