Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટીદાર સમર્થકોને કૉર્ટ બહાર જવાનો જજે આપ્યો આદેશ

પાટીદાર સમર્થકોને કૉર્ટ બહાર જવાનો જજે આપ્યો આદેશ
અમદાવાદ: , સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (16:22 IST)
હાર્દિક પટેલને કૉર્ટમાં રજૂ કરાય તે પહેલા મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પ્લેકાર્ડ સાથે ઉમટી પડ્યા હતા અને તેમણે જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. તેમણે આ સિવાય દેખો દેખો કૌન આયા, એ તો પાટીદાર કા શેર આયાના નારા પણ લગાવ્યા હતા. રાજદ્રોહના કેસમાં થોડીવારમાં હાર્દિક પટેલને અમદાવાદ મેટ્રો કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. હાર્દિક પટેલને લઈને જેલ સત્તાધીશો નીકળી ગયા છે. અત્યારે હાર્દિકના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીમાં આવ્યો છે. લગભગ 11.30 વાગ્યે કૉર્ટમાં હાજર કરવામાં આવશે.

  • કૉર્ટે શાંતી રાખવા અને સહકાર આપવા જણાવ્યું
  • પાટીદાર સમર્થકો કૉર્ટ રૂમની બહાર
  • આરોપીઓના પરિવારજનો કૉર્ટ રૂમમાં ઉપસ્થિત
  • હાર્દિકને હાઈકૉર્ટમાં રજૂ કરવાના સોગંધનામા માટે વકીલ કરી રહ્યા છે હાર્દિક સાથે વાત
  • થોડીવારમાં સેશન કમિટી કરવાની કરવાની કાર્યવાહી થશે
  • પાટીદાર સમર્થકોએ કૉર્ટ પ્રોસિડિંગથી અળગા રાખવાના મૌખિક આદેશ સામે આપી અરજી
  • કૉર્ટમાં હાજર રહેવા પરવાનગરી આપવા કરી રજૂઆત
  • પાટીદાર સમર્થકોને કૉર્ટ રૂમ બહાર જવા જજનો આદેશ
  • હાર્દિક પટેલ કૉર્ટમાં પહોંચ્યો
ગઈ કાલે હાર્દિક પટેલની સુરતની લાજપોર જેલમાંથી સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. સુરતની લાજપોર જેલમાંથી અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ‘હું ન્યાયિક પ્રક્રિયાથી જામીન મેળવીને જેલમાંથી બહાર આવીશ અને આંદોલન આગળ ધપાવીશ. હાર્દિક પટેલની મુલાકાત કરવા માટે હાલમાં ઉપવાસ પર બેસેલી રેશમા પટેલ સાબરમતી જેલમાં પહોંચી હતી. તો બીજી તરફ હાર્દિકની સાથે સુરતથી સાઉથ ગુજરાતના કન્વીનર નિખિલ પટેલે સાથે આવ્યા હતા. આજે હાર્દિક પટેલને અમદાવાદની મેટ્રૉ કૉર્ટમાં રજૂ કરવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને રવિવારે બપોરે સુરતની લાજપોર જેલમાંથી અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો.  હાર્દિક સામેના રાજદ્રોહના આરોપમાં અમદાવાદની  સેશન્સ કૉર્ટમાં હાર્દિકની 8 ફેબ્રુઆરીના રોજ તારીખ હોવાના કારણે તેણે સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. હાર્દિકને આજે કૉર્ટમાં રજૂ કરાય ત્યારે પાટીદારો મોટી સંખ્યામાં એકઠા થશે તેવી શક્યતા છે. એ સમયે કોઈ અણછાજતી ઘટના ના બને એટલા માટે કૉર્ટમાં જંગી પ્રમાણમાં પોલીસોનો ખડકલો કરી દેવાશે.

હાર્દિકને આજે પાસના બીજા કન્વીનરો સાથે કૉર્ટમાં રજૂ કરાશે ત્યારે  99 દિવસ પછી પાસના ચારેય કન્વીનરો એક સાથે ભેગા થશે. હાર્દિક તથા અન્ય આરોપીઓ સોમવારે  કૉર્ટ પાસેથી ચાર્જશીટની કૉપી માંગશે.

Share this Story:

Follow Webdunia gujarati