rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉમેદવારો થાળી, વેલણનાં ચિહ્ન સાથે ચૂંટણી લડી શકશે

પાટીદાર અનામત આંદોલન
, બુધવાર, 4 નવેમ્બર 2015 (12:26 IST)
પાટીદાર અનામત આંદોલનમાં સરકાર સામે રોષ પ્રગટ કરવાનું પ્રતીક બની રહેલા થાળી અને વેલણ ચૂંટણીમાં પણ દેખાશે. અત્યારસુધી આ બન્ને ચિહ્નોને ઉમેદવારોને ફાળવવાના મુકત પ્રતીકોની યાદીમાંથી દૂર રાખનાર ચૂંટણીપંચે પ્રદેશમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ પછી પોતાની યાદીમાં વધારો કર્યો છે. અપક્ષ અને નોંધાયેલા અમાન્ય રાજકિય પક્ષના ઉમેદવારોને ફાળવવાના થતા મુકત પ્રતીકોની યાદીમાં 33 નવા ચિહ્નો ઉમેરવાનો નિર્ણય લીધો છે. પંચે 75 મુકત પ્રતીકોની સંખ્યા 108ની કરી છે.
 
સમયસર ચૂંટણી યોજનાથી લઈને નોટાનો અમલ અને મ્યુ.કોર્પોરેશનની મતગણતરી પાલિકા-પંચાયત સાથે જ કરવા જેવા અનેક મુદે હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટની ફટકારોથી વગોવાયેલા રાજ્ય ચૂંટણીપંચે છેવટે પાટીદારોની માગણીને અડધીપડધી સ્વિકારી છે. ચૂંટણીપંચ દ્વારા એકલી થાલી કે એકલું વેલણનું ચિહ્ન ઉમેદવારોને આપવાના મુકત પ્રતીકોમાં સમાવવાના બદલે ભોજન ભરેલી થાલી અને વેલણ સાથે પાટલીના પ્રતીકોમાં સમાવ્યા છે. જેનો ઉપયોગ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ઉમેદવારો કરી શકશે. 108 પ્રતીકોની યાદીમાં પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા થાળી-વેલણના પ્રતિક ઉપરાંત ચંપલ, બુટ, ખલબડો, તરબૂચ, ભીંડા જેવા અનેક પ્રતિકોને પણ સમાવવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati