Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિકનો લેટર બોમ્બ,આંદોલન બંધ કરવા 1200 કરોડની ઑફર કરવામાં આવી હતી

હાર્દિકનો લેટર બોમ્બ,આંદોલન બંધ કરવા 1200 કરોડની ઑફર  કરવામાં આવી હતી
, શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (13:37 IST)
પટેલ આરક્ષણ આંદોલનના નેતા હાર્દિક પટેલનો દાવો છે કે તેને ગુજરાત સરકારના ISS આંદોલન પાછું ખેંચવા માટે મને 1200 કરોડ રૂપિયા અને ભાજપની રાષ્ટ્રીય યુવા એકમના અધ્યક્ષ પદ દેવા માટે ઓફર કરવામાં આવી હતી.
પાટીદાર અનામત આંદોલનને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કરતો હાર્દિક પટેલનો વધુ એક પત્ર સામે આવ્યો છે. જેલમાંથી ચોરી છુપીથી ચિમળાયેલી હાલતમાં બહાર આવેલા આ પત્રમાં કરેલા આક્ષેપોએ શાસકોએ આંદોલનને દબાવવા માટે કરેલા પ્રયત્નો પર પ્રશ્નાર્થચિહ્ન લગાવી દીધા છે. હાર્દિકના કથિત પત્રમાં આરોપ છે કે આંદોલન બંધ કરવા માટે તેને 1200 કરોડની ઑફર કરવામાં આવી હતી. આ પત્ર બહાર આવ્યા બાદ સુરતની લાજપોર જેલના અધિક્ષકનું કહેવું છે કે, જો ચોરી-છુપીથી પત્ર જેલની બહાર ગયો હશે, તો જેલના નિયમોના ભંગ કરવા બદલ હાર્દિક પર પગલા લેવામાં આવશે.

પાસના કન્વીનર અને રાજદ્રોહના કેસમાં લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલે શુક્રવારે એક પત્ર લખ્યો હોવાનો તેના કાકા વિપુલભાઈ પટેલે દાવો કર્યો હતો. પત્રમાં એવો દાવો કરાયો હતો કે, પાટીદાર અનામત આંદોલન સમેટી લેવા તેને સરકાર તરફથી બારસો કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી હતી અને સાથે જ એવી લાલચ આપવામાં આવી હતી કે, પોતાને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચનો અધ્યક્ષ પણ બનાવવામાં આવશે. હાર્દિકે પોતાના પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ પ્રકારની વાત કરવા માટે સુરતની લાજપોર જેલ અને અમદાવાદની સાબરમતી જેલમાં તેને મળવા પાટીદાર સમાજના બે અગ્રણીઓ આવ્યા હતા અને તેમની સાથે એક IAS અધિકારી પણ મળવા આવ્યા હતા. હાર્દિકે આ પત્ર પોતાનાં
માતા-પિતાને ઉદ્દેશીને લખ્યો હોવાનો દાવો થયો હતો.


Share this Story:

Follow Webdunia gujarati