Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું ભવિષ્યનો સરદાર પટેલ, 27 કરોડ ગુર્જરોનુ સમર્થન મળ્યુ છે - હાર્દિક પટેલ

હું ભવિષ્યનો સરદાર પટેલ, 27 કરોડ ગુર્જરોનુ સમર્થન મળ્યુ છે - હાર્દિક પટેલ
નવી દિલ્હી. , સોમવાર, 31 ઑગસ્ટ 2015 (13:19 IST)
ગુજરાતમાં પાટીદાર અને પટેલ કમ્યુનિટી માટે અનામતની માંગને લઈને પ્રદર્શનની આગેવાની કરનારા 22 વર્ષીય હાર્દિક પટેલે કહ્યુ કે તેઓ આધુનિક સરદાર પટેલ બનવા માંગે છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યુ, "મને સારુ લાગે છે જ્યારે લોકો મને સરદાર હાર્દિક કહે છે. હુ આધિનિક પટેલ બનવા માંગુ છુ. કોઈ પાખંડી નહી.  પીએમ નરેન્દ્ર મોદીની સરદર પટેલની 182 મીટર ઉંચી  મૂર્તિ બનાવવાની યોજના પર કટાક્ષ કરતા હાર્દિકે કહ્યુ, "હુ અસલીવાળો બનવા માંગુ છુ. કોઈ સ્ટેચ્યુ નહી." હાર્દિક પટેલે એ પણ કહ્યુ કે તેમના આંદોલનને 27 કરોડ ગુર્જરોનુ સમર્થન છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક રવિવારે દિલ્હીમાં હતો. એવુ કહેવાય છે કે નોર્થ ઈંડિયાના બે અન્ય શક્તિશાળી સમુહ ગુર્જર અને જાટનુ સમર્થન મેળવવા અહી આવ્યા હતા. 
 
ઈંટરવ્યુના દરમિયાન હાર્દિક પટેલે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. પટેલે કહ્યુ કે મોદીના ગુજરાત મોડલ ગરીબો માટે ફેલ રહ્યુ છે. હાર્દિકે કહ્યુ, "જે લોકો શ્રીમંત હતા તેઓ વધુ શ્રીમંત થઈ રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ. મે કોએ એગુજરાત મોડલ જોયુ નથી. હુ એક ગામમાંથી આવ્યો છુ. મે મારા ગામમાં વિકાસ નથી જોયો. 
 
કેજરીવાલ ફેલ 
 
કેજરીવાલની આલોચના કરતા હાર્દિકે કહ્યુ, "અરવિંદ કેજરીવાલે મોટી વાતો કરી. પણ તેઓ બદલાવ લાવવામાં નિષ્ફળ રહ્યા. તેઓ દિલ્હીના સીએમના રૂપમાં ફેલ રહ્યા છે.  
 
રિઝર્વેશનને યોગ્ય ઠેરવ્યુ 
 
હાર્દિક પટેલ કમ્યુનિટી માટે રિઝર્વેશનને યોગ્ય ઠેરવ્યુ છે. તેમને એ પણ દાવો કર્યો કે તેમને કોઈ રાજનીતિક લિંક નથી અને ચૂંટણી લડ્વા નથી માંગતા. હાર્દિકે એ આરોપોને રદ્દ કર્યા જેના મુજબ પટેલ સમુહના લોકો હિંસામાં જોડાયા. તેમણે રાજ્યભરમાં થયેલ હિંસા માટે પોલીસને જવાબદાર ઠેરવ્યા. 
 
58માં નેતાઓએ રિટાયર થઈ જવુ જોઈએ 
 
હાર્દિક પટેલે સલાહ આપી કે રાજનેતાઓને 58 વર્ષની વયમાં રિટાયર થઈ જવુ જોઈએ.  તેમણે કહ્યુ, "હુ ઈચ્છુ છુ કે યુવા લોકો દેશ ચલાવે. ભલે તેઓ બિહાર યૂપી દિલ્હી કે રાજસ્થાનથી કેમ ન હોય. એ મહત્વનુ નથી." હાર્દિકે કહ્યુ મારે માટે વોટિંગ સમયે જાતિ મહત્વ નથી રાખતી.  મે એકવાર વોટ આપ્યો છે. જ્યા સુધી મને યાદ છે મે એક પટેલને વોટ આપ્યો હતો. કેંડિડેટ સારો અને મારી જ્ઞાતિનો હોવો જોઈએ." 
 
ગન્સ માટે અમેરિકા જેવા કાયદાની વકાલત કરી 
 
હથિયારોને લઈને અમેરિકા જેવો કાયદો ભારતમાં પણ હોવાની વકાલત કરતા હાર્દિકે કહ્યુ, "જો એકે 47 રાખવાની મંજુરી મળે તો હુ આત્મરક્ષા માટે એ પણ રાખીશ. આપણા દેશમાં જે રીતે અપરાધ થઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં આપણી ત્યા પણ એવો જ કાયદો હોવો જોઈએ." 

Share this Story:

Follow Webdunia gujarati