Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પટેલ આવતી કાલે મીડિયા સમક્ષ નવા કાર્યક્રમોની જાહેરાત કરશે

હાર્દિક પટેલ આવતી કાલે મીડિયા સમક્ષ નવા કાર્યક્રમોની જાહેરાત કરશે
અમદાવાદ, , સોમવાર, 31 ઑગસ્ટ 2015 (15:20 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે દિલ્હીથી બપોરે અમદાવાદ પરત આવી ગયા છે. તેઓ કોર કમિટીના અન્ય સભ્યો સાથે આજે વાતચીતનો દોર આરંભીને આવતી કાલે મીડિયા સમક્ષ નવા કાર્યક્રમોની જાહેરાત કરશે એટલે કે હાર્દિક પટેલ આવતી કાલે નવાં પત્તાં ખોલશે. ગુજરાત બહારનાં રાજ્યોમાં પણ અમારા આંદોલનને વ્યાપક સમર્થન મળ્યું છે, પરંતુ હાલ મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યોમાં હાર્દિકભાઈની આંદોલનના સંદર્ભમાં મુલાકાત નથી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના સંદર્ભે નવા કાર્યક્રમોની જાહેરાત કરાશે.'' અત્યારે દિલ્હી ખાતે આ આંદોલનકારીઓ હોઈ અમદાવાદ પરત ફરશે. આ અંગે ચિરાગ પટેલે વધુમાં માહિતી આપતાં જણાવ્યું કે, ''અમે અમદાવાદ આવીને આજે ને આજે નવા કાર્યક્રમોની જાહેરાત કરવાના નથી. હાર્દિકભાઈ કોર કમિટીના અન્ય સભ્યો સાથે ચર્ચા વિચારણા કરીને નવા કાર્યક્રમો નક્કી કરશે. ત્યાર બાદ આવતી કાલે મીડિયા સક્ષમ આ કાર્યક્રમોની જાહેરાત કરાશે.

દિલ્હીમાં પાટીદાર અનામત આંદોલનને કુર્મી સમાજ અને ગુર્જર સમાજનો પૂર્ણપણે ટેકો મળ્યો હોવાનો દાવો પણ પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તાએ કર્યો છે. ચિરાગ પટેલ કહે છે, ''દિલ્હીમાં હાર્દિકભાઈનો કોઈ જૂથે વિરોધ કર્યો નથી.''
એસપીજીના પ્રમુખ લાલજી પટેલ કહે છે, ''આજે બપોરે અમે ઉચ્ચસ્તરીય બેઠક કરીને અમારી રણનીતિ નક્કી કરીને તેની મીડિયા સમક્ષ જાહેરાત કરીશું. હજુ ઉપવાસ આંદોલન માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી નથી. હાર્દિક પટેલ ગ્રૂપનું આંદોલન જો ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક રહેશે, સમાજ માટે હિંસા ન થાય તે શરતે એસપીજી ટેકો આપશે.

દિલ્હીની મુલાકાત બાદ આજે હાર્દિક પટેલ અમદાવાદ આવી પહોંચ્યા હોઈ તેઓ નવેસરથી નવા કાર્યક્રમોની જાહેરાત કરવાના હોઈ રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. આંદોલનકારીઓની તમામ પ્રકારની ગતિવિધિઓ પર રાજ્ય સરકાર ચાંપતી નજર રાખી રહી છે.
રમખાણોના કેસમાં ફસાયેલા પાટીદારોને છોડાવવા માટે એસપીજી દ્વારા લિગલ સેલ/કમિટીનું ગઠન કરવામાં અાવ્યું હોવાનું એસપીજી નેતા લાલજી પટેલે જણાવ્યું હતું. આ સેલ રાજ્યના તમામ તાલુકાઓના પાટીદારોને છોડાવવા ઉપલબ્ધ રહેશે અને કેસ રદ કરાવવા એ અમારી પ્રાથમિકતા રહેશે. એટલું જ નહીં હવે પછી દર વર્ષે અમે ૨૬ ઓગસ્ટને પાટીદાર શહીદ દિન તરીકે ઉજવીશું. અમને આજે મંજુરી ન મળે તો પણ પાટીદારો ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા આમરણાંત અનશન કરીશું.

Share this Story:

Follow Webdunia gujarati