Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંકરસિંહ વાઘેલાએ હાર્દીકને પત્ર લખ્યો

શંકરસિંહ વાઘેલાએ હાર્દીકને પત્ર લખ્યો
અમદાવાદઃ , શુક્રવાર, 10 જૂન 2016 (15:50 IST)
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિકના 11-5-2016ના રોજ વાઘેલાને લખેલા પત્રનો જવાબ આપવામાં આવ્યો છે. આ પત્રમાં શંકરસિંહે હાર્દિક બહુ હિમ્મતથી જેલમાં દિવસો પસાર કરી રહ્યો છે, તેની નૈતિક હિમ્મતને બિરદાવી છે. તેમણે એમ પણ લખ્યું છે કે, હાર્દિક પ્રત્યે દ્વેષ રાખી ભાજપ સરકાર વર્તન કરી રહી છે, એનો બદલો પ્રજા સમય આવ્યે આપશે. ભાજપ સરકારની 10% ઇબીસીને હું 20% સુધી લઇ જવા માંગણી કરું છું. જે સમાજ દુઃખી છે, તેના પ્રત્યે સરકારે મા-બાપની ભૂમિકા અદા કરવી જોઈએ.

તેમણે એમ પણ લખ્યું છે કે, કૉંગ્રેસની સરકાર આવશે તો જરૂર ન્યાય અપાવવાની કોશિશ કરવામાં આવશે. આ પત્ર હાર્દિકના વકીલ યશવંત વાળાને વોટ્સ એપ મારફતે શંકરસિંહ વાઘેલાના કાર્યાલયથી મોકલવામાં આવ્યો છે. મોડી રાત સુધી આ પત્ર હાર્દિક સુધી લાજપોર જેલમાં પહોંચી જશે.

આ ઉપરાંત શંકરસિંહે હાર્દિક ઝડપથી જેલની બહાર આવે અને ખુલ્લી હવામાં શ્વાસ લે તેવી આશા વ્યક્ત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગેરકાયદે રીતે સિંહ દર્શન