ભારતીય મહિલા કુસ્તીબાજ એથ્લેટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ગોલ્ડ મેડલ મેચ પહેલા નિર્ધારિત વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
આ નિર્ણય બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશને જોરદાર વાંધો ઉઠાવ્યો હતો, તો વિનેશ પણ ખૂબ નિરાશ હતી. વિનેશ ફોગાટે આ નિર્ણય અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CSA)માં અપીલ કરી હતી કે તેને ઓછામાં ઓછો સિલ્વર મેડલ આપવામાં આવે, જેના પર હવે એક મોટું અપડેટ આવ્યું છે. વાસ્તવમાં, વિનેશ ફોગાટના કેસમાં નિર્ણયની તારીખ લંબાવવામાં આવી છે. હવે આ કેસમાં નિર્ણય ભારતીય સમય અનુસાર 11 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે આવશે.
પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે CAS ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે પોતાનો નિર્ણય આપશે, પરંતુ કોર્ટે તેની સમયમર્યાદા વધારી દીધી છે.
એક દિવસ પહેલા 9 ઓગસ્ટે CASએ 3 કલાક સુધી સુનાવણી કરી હતી. આ દરમિયાન વિનેશ પણ વર્ચ્યુઅલ રીતે હાજર હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો.
ફાઈનલ મેચ પહેલા, વિનેશનું વજન 100 ગ્રામ વધારે હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, જ્યારે પ્રારંભિક રાઉન્ડ પહેલા કરવામાં આવેલા વજનમાં, વિનેશ વજન શ્રેણીની નિર્ધારિત મર્યાદા કરતા 50 કિલો ઓછી હતી. આવી સ્થિતિમાં વિનેશે સંયુક્ત સિલ્વર મેડલની માગ કરી છે.