Paris Olympics 2024: ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ! બ્રિટનને હરાવીને ભારત સેમિફાઈનલમાં પહોંચ્યું છે ભારતીય હોકી ટીમે ફરીથી ગ્રેટ બ્રિટનને હરાવ્યું, ભારતીય હોકી ટીમે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અને સમર ઓલિમ્પિક 2024માં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે ક્વાર્ટર ફાઈનલ મેચમાં બ્રિટનને હરાવીને આ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી.
ભારતની પુરુષ હૉકી ટીમ બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી
ભારતીય પુરુષ હૉકી ટીમે પેરિસ ઑલિમ્પિક ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને ખૂબ જ કપરા મુકાબલામાં હરાવીને શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારત હવે હૉકીની સેણિફાઇનલમાં પહોંચી ગયું છે.
ક્વાર્ટર ફાઇનલ મૅચ ખૂબ જ રોમાંચક રહી હતી.
રમતના હાફ ટાઇમ સુધીમાં બંને ટીમ તરફથી એક-એક ગોલ કરવામાં આવ્યો હતો. ભારત અને બ્રિટનની ટીમો 1-1 થી બરાબરી પર હતી.
ભારત માટે મૅચનો પ્રથમ ગોલ હરમનપ્રીતસિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલીને કર્યો હતો. બ્રિટન તરફથી લી મૉર્ટને ટીમ માટે ગોલ કરીને મૅચને બરાબરી પર લાવી દીધી હતી.
ત્યારબાદ મૅચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી, જેમાં ભારતે 4-2થી મૅચ જીતી લીધી હતી.
ભારતે આ પહેલાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ટીમ પાસેથી લોકોને મેડલની આશા બંધાઈ છે.