Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેરિસ ઑલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારાં ખેલાડી મનુ ભાકર કોણ છે?

manu bhakar
, સોમવાર, 29 જુલાઈ 2024 (11:28 IST)
પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર મનુ ભાકરે 10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગમાં મહિલા વર્ગના ફાઇનલમાં ત્રીજા સ્થાને રહ્યાં.
મનુ ભાકર હરિયાણાના જજ્જર જિલ્લાના ગોરિયા ગામની રહેવાસી છે. મનુનું સપનું ડૉક્ટર બનવાનું પણ હતું
 
મનુના પિતા રામકિશન મર્ચન્ટ નૅવીમાં ચીફ એન્જિનિયર છે. 
 
મનુ ભાકરનાં માતા સુમેધા ભાકરે  સ્કૂલમાં ટીચર છે, જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમની થોડી મદદ મળી રહે છે.
 
હરિયાણાના જજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં રહેતાં મનુના મોટાભાઈ હાલ આઈઆઈટી માટે તૈયારી કરી રહ્યા છે.
 
“મનુએ 10મા ધોરણ સુધી ઘણી રમતો બદલી હતી. તેમણે કરાટેમાં નૅશનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે આ ઉપરાંત સ્કેટિંગ અને બૉક્સિંગ પણ કર્યું હતું.”

 
પેરિસ ઑલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. જોકે તેમણે કાંસ્યપદક જીત્યો છે.
 
ભાકરે મુકાબલામાં 221.7 પૉઇન્ટ મેળવ્યા હતા.
 
વર્ષ 2021માં મનુ ભાકરે “બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધી ઇયર” ઍવૉર્ડ જીત્યો હતો.
 
નુએ 2016માં શૂટિંગ એટલે કે નિશાનબાજીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો.
 
સ્કૂલની એક સ્પર્ધામાં મનુએ પહેલી વાર ભાગ લીધો અને સચોટ નિશાન લગાવ્યું ત્યારે તેના ટીચર્સ દંગ થઈ ગયા હતા.
 
એ પછી થોડી પ્રૅક્ટિસ તથા ટ્રેનિંગ બાદ ઠેકઠેકાણે યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાલતી કારમાં એક યુવતી બે યુવકો સાથે સેક્સ કરી રહી હતી, અચાનક કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારમાં ચાર બાળકો પણ હતા.