Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્લમડોગે બોલાવ્યો સપાટો

સ્લમડોગે બોલાવ્યો સપાટો

વેબ દુનિયા

જેની ઊત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી તે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ આજે સવારે લોસ એન્જલસમાં રોમાંચક અને ભવ્ય કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ આ વખતે સ્લમડોગ મિલિયોનેરે સપાટો બોલાવ્યો હતો. ઓસ્કારમાં ભારતના ડ્રીમની શરૂઆત થઇ હતી. સ્લમડોગ મિલિયોનેરે સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સાઊન્ડ મિકસગ, એડીટગ, એડપ્ટેડ સ્ક્રીનપ્લે, સિનેમાટોગ્રાફી અને બેસ્ટ ઓરિઝન સ્કોર સહિતના આઠ એવોર્ડ જીતી લીધા હતા.

શરૂઆતમાં જ સ્લમડોગે આઠ એવોર્ડ જીતીને સપાટો બોલાવતા ભારતીય ચાહકોમાં રોમાંચકતા ફેલાઇ ગઇ હતી. રહેમાને બેસ્ટ ઓરિઝનલ સ્કોર અને બેસ્ટ સોંગ માટેના બે એવોર્ડ જીતી લીધા હતા. ઓ સાયા અને જય હોની ચાહકોમાં ધૂમ મચી ગઇ હતી. જય હો માટે ગુલજારની સાથે રહેમાનને એવોર્ડ મળ્યો હતો.

એવોર્ડ જીતી લીધા બાદ ખુશખુશાલ દેખાતા રહેમાને કહ્યું હતું કે લાંબાગાળા બાદ તેનું સ્વપ્ન પૂરુ થયું છે. જયારે ફિલ્મના નિર્માતા ડેની બોયલે સર્વશ્રેષ્ઠ ડિરેકટર માટેનો એવોર્ડ જીત્યો હતો. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ધારણા પ્રમાણે જ કેટ વિન્સલેટે ધ રાઇડર માટે જીતી લીધો હતો.

રેસૂલ પુકુટીએ બેસ્ટ સાઊન્ડ મિકસિંગ માટેનો ઓસ્કાર જીત્યો હતો. રેસૂલે સાઊન્ડ મિકસગ માટે ઓસ્કાર જીતી પ્રથમ ભારતીય બનવાનો ઈતિહાસ સજર્યો હતો. ભારતીય સંગીતકાર એઆર રહેમાન સંગીતકાર પહેલાથી જ પહોંચ્યા હતા. 22મી જાન્યુઆરીના દિવસે નોમિનેશનની જાહેરાત અભિનેતા ડિરેકટર ફોરેસ્ટ વિટાકર દ્વારા કરવામાં આવી હતી.

11 કેટેગરીમાં સ્લમડોગ મિલિયોનરની પસંદગી કરવામાં આવી હતી. 11 નોમિનેશન મળતા પહેલાથી જ એવી અટકળો ચાલી રહી હતી કે સ્લમડોગ ચોક્કસપણે આ વખતે ઓસ્કારમાં કેટલાક એવોર્ડ જીતી જશે અને આ બાબત આજે સાબિત થઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati