* ફોકસ સર્ચલાઈટના બેનર હેઠળ ગત વર્ષના નવેમ્બર માસમાં ફિલ્મ રીલીઝ કરવામાં આવી હતી. ઊત્તર અમેરિકન બોકસ ઓફિસ ખાતે અંદાજે 98 મીલીયન અમેરિકન ડોલરનો ધંધો કર્યો હતો
* ‘ઓસ્કાર એવોર્ડ’ સમારંભ 11 શ્રેણીમાં નોમીનેશન થઈ હતી. જેમાં 8 એવોર્ડ જીતી લીધા છે. આ પહેલાં ‘ગોલ્ડન ગ્લોબ્સ’, ‘સ્ક્રીન એકટર્સ’ અને બ્રિટનના ‘બાફટા’ એવોર્ડમાં પણ ફિલ્મએ ધૂન મચાવી દીધી હતી.
* ફિલ્મ લેખક વિકાસ સ્વરૂપની ‘કયુ એન્ડ એ’ નવલકથા પર આધારિત છે. સ્વરૂપ દક્ષિણ આફ્રિકા ખાતે ભારતીય રાજદૂત હતા ત્યારે આ પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું. જયારે લંડનમાં તેમની બદલી કરવામાં આવી ત્યારે પુસ્તક પૂર્ણ થયું હતું.
* ફિલ્મમાં નાના ગરીબ બાળકોની ભૂમિકા ભજવનાર બાળકોને યોગ્ય મહેનતાણું ન અપાયાનો મુદ્દો ઊભો થયા બાદ ફિલ્મ નિર્માતા વિવાદમાં આવી ગયા હતા. જોકે જવાબમાં ફિલ્મ નિર્દેશકે ફિલ્મમાં ભૂમિકા ભજવનાર બાળકોને ઓસ્કાર સમારંભમાં હોલીવુડ લઈ ગયા હતા.
* ફેબ્રુઆરી 2007માં ફાયનાન્સર વોર્નેર ઈન્ડીપેન્ડન્ટ પિકચર્સ નિર્માણમાંથી હાથ ખેંચી લેતાં ફિલ્મ ગુંચમાં પડી ગઈ હતી. જોકે ત્યારબાદ ફોકસ સર્ચ લાઈટ પિકચર્સ નિર્માણ કરવાનું બીડું ઝડપી લીધું હતું.