Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એ.આર રહેમાને રચ્યો ઇતિહાસ

એ.આર રહેમાને રચ્યો ઇતિહાસ

વેબ દુનિયા

સંગીતકાર એ.આર રહેમાને ડેની બોયલની ફિલ્મ સ્લમડોગમાં સંગીત બદલ બે ઓસ્કાર એવોર્ડ જીતી ભારત માટે ઈતિહાસ રચ્યા બાદ સમગ્ર ભારતમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બોલિવુડના જુદા જુદા ક્ષેત્રના લોકોએ એવોર્ડ જીત બદલ જોરદાર સ્વાગત કર્યું છે. એવોર્ડ મળ્યા બાદ જાણીતા સગર એસપી બાલાસુબ્રમણ્યમે કહ્યું હતું કે આ એવોર્ડ તમામ ભારતીયોને મળ્યો છે.

રહેમાન ઊપર માત્ર બોલિવુડને નહીં બલ્કે સમગ્ર ભારતને ગર્વ છે. રહેમાન પાસેથી તમામ લોકોને ઘણુ શીખવા જેવું છે. અભિનેતા સૌરવ શુકલાએ જણાવ્યું છે કે સ્લમડોગ એક ઊત્કૃષ્ઠ ફિલ્મ છે અને એવોર્ડ મળવાની બાબત સ્વાભાવિક હતી.

વર્ષો સુધી રહેમાન સાથે કામ કરનાર ડીરેકટર ભારત બાલાએ જણાવ્યું છે કે છેલ્લા ૨૫ વર્ષથી તેઓ રહેમાનને જાણે છે. રહેમાન જ ખરા સ્લમડોગ મિલિયોનેર છે.

Share this Story:

Follow Webdunia gujarati