ઓલિમ્પિક યજમાની પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી શુ ?
, શુક્રવાર, 27 જુલાઈ 2012 (14:45 IST)
ગ્રીસની રાજધાની એથેંસની ઓલિમ્પિક યજમાનીને આઠ વર્ષ વીતિ ચૂક્યા છે, 2004માં એથેંસ ઓલિમ્પિના ભવ્ય આયજનના રંગમાં ડૂબ્યું પરંતુ આજે ગ્રીસની પરિસ્થિતિ કઈંક અલગ છે. ગ્રીસ આધુનિક ઈતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. રહ્યું છે. જેની અસર ત્યાંના એથ્લેટ અને રમત પર પડી રહી છે. શહેરની મુખ્ય ઓલિમ્પિક સ્ટેડિયમમાં જિમનાસ્ટ વૈસિલ્કી મિલોસી રોજ લંડન ઓલિમ્પિક માટે પ્રક્ટિસ કરે છે. પરંતુ તેના કહેવા અનુસાર પહેલાની સમયની સરખામણીમાં વર્તમાન સમયમાં ટ્રેનિંગ કરવી મુશ્કેલી ભર્યું બની ગયું છે.મિલોસીના કહેવા અનુસાર તેમના પાસે ડોક્ટર અને ફીઝિયોની ફી આપવા માટે પણ પૈસા નથી. તેમમ જરૂરી દવાનો પણ અભાવ છે. અમે ટ્રેનિંગ પર પૈસા ખર્ચ કરી શકતા નથી અને ઓલિમ્પિકની ટ્રેનિંગ માટે વિદેશ પણ જઈ શકતા નથી.એથેંસ ઓલિ.ના આયોજન પાછળ અબજો રૂપિયાનો ધુમાડો2004
ના એથેંસ ઓલિમ્પિક બાદ ઘણા સ્ટેડિયમમાં પર તાળા લાગી ગયા છે. એવું અનુમાન છે કે, ગ્રીસે ઓલિમ્પિકના આયોજન પાછળ 10 અબજ યૂરો ખર્ચ્યા હતા. પરંતુ આટલા પૈસાનો ધુમાડો કર્યા બાદ આખરે શું મળ્યું?આજે આ સ્ટેડિયમમાં ચકલુ પણ નથી ફરકતુ. જેથી તેને ભાડા પટ્ટે ચડાવવાનો પ્રયાસ પણ બેકાર છે.સ્ટેડિયમને બચાવવાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી છે. આ કંપનીના પ્રમુખ સ્પીરો પોલાસિસના કહેવા અનુસાર એથેંસે 2004ની ઓલિમ્પિકમાં શાનાદર યજમાની કરી હતી. જેથી ગ્રીસ પર આરોપ લગાવવો ઠીક ન કહી શકાય. ગ્રીસ પર આરોપ વગાવતા પહેલા ઓલિમ્પિકની યજમાની કરનાર બીજા દેશની શું પરિસ્થિતિ છે તેના પર પણ નજર કરવી જોઈએ. હવે એ તો લંડનમાં શું થશે તેનો ખ્યાલ ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ આવશે.ગ્રીસે ઓલિમ્પિકની શાનદાર યજમાની કરી. ભલે ઓલિમ્પિક પાછળ અબજો રૂપિયાનો ધુમાડો થયો હોય પરંતુ ઓલિમ્પિકના આયોજન બાદ ત્યાંની વ્યવસ્થામાં સુધારો થયો છે.