ઓલિમ્પિક 2012 : અમિતાભ ટોર્ચ રિલેના અંતિમ દિવસે મશાલ લઈને દોડ્યા
, ગુરુવાર, 26 જુલાઈ 2012 (17:01 IST)
ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના એક દિવસ અગાઉ બોલિવુડના પીઠ અભિનેતા અમિતાભ બચ્ચને લંડન ઓલિમ્પિકમાં ટોર્ચ લઈને દોડવાનું સન્માન મળ્યું હતુ. આજે અમિતાભ લંડનના સાઉથવાર્કમાં ઓલિમ્પિક 2012ની ટોર્ચ રિલેના અંતિમ દિવસે સામેલ થયા હતા અને મશાલ લઈને દોડતા જોવા મળ્યા.અમિતાભે ઓલિમ્પિક ટોર્ચ રિલેને લઈને ટ્વિટર પર ઘટસ્ફોટ કર્યો હતો. અમિતાભે ટ્વિટર પર લખ્યું કે, ટી-816- લંડનના સાઉથવાર્કમાં સવારે સાડ દસ વાગ્યે ઓલિમ્પિક ટોર્ચને લઈને પૂછવામાં આવ્યું જેને લઈને હું સન્માન મહેસુસ કરું છું. જે મારા અને દેશ માટે ગર્વની વાત છે.મશાલ 70 દિવસો સુધી ઘુમ્યા બાદ 27 જુલાઈએ લંડન ઓલિમ્પિકના સ્ટેડિયમમાં પહોંચશે. મશાલ યાત્રા બ્રિટનમાં દક્ષિણ પશ્ચિમી ઈંગ્લેન્ડમાં સ્થિત કોર્નવોલથી લોર્ડ્સ એન્ડથી શરૂ થઈ હતી. ઓલિમ્પિક મશાલને 10 મેના દિવસે પ્રાચિન ઓલિમ્પિક રમતોત્સવનું જન્મસ્થળ ઓલિમ્પિયામાં કાંચનો પ્રયોગ કરી સૂરજની કિરણોથી પ્રગટાવવામાં આવી હતી.