ઓલિમ્પિક 2012 : શુ ભારતીય હોકીનો સુવર્ણયુગ પરત આવશે ખરો ?
, સોમવાર, 23 જુલાઈ 2012 (18:00 IST)
28
વર્ષ સુધી ઓલિમ્પકમાં દબદબો જાળવી રાખનાર ભારતીય હોકી પાસેથી લંડન ઓલિમ્પિકમાં ભારતીય હોકીની છાપ અને સુવર્ણ ભુતકાળ પાછો લાવવાની મોટી જવાબદારી છે. ઓસ્ટ્રેલિયન કોચ માઈકલ નોબ્સના માર્ગદર્શન હેઠળ ભારતે શાનથી લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કર્યું. આક્રમક એટેક માટે જાણીતી ભારતીય હોકી ટીમને નોબ્સ 13 મહિના સમયગાળામાં આત્મવિશ્વાસ ભરવામાં સફળ રહ્યા છે. તો ટીમના ટ્રેનર ડેવિસ જોને પણ ખેલાડીઓની ફિટનેસ પાછળ તનતોડ મહેનત કરી છે. ઓલિમ્પિકમાં ભારતીય ટીમ સામે પડકારની શરૂઆત પ્રથમ વખતની રનર્સઅપ ટીમ હોલેન્ડ સામેથી થશે. તો ત્રીજા મુકાબલમાં ભારત વર્તમાન ચેમ્પિયન જર્મની સામે ટકરાશે. જો, ભારતીય ધુરંધરો આ બંને ટીમને ડ્રો પર રોકવામાં સફળ રહ્યા તો મોટી વાત કહેવાશે. કેમકે જર્મની અને હોલેન્ડ સામે જીતની વાત કરવી અને મેદાન પર તેને પછાડવું બંનેમાં મોટુ અંતર છે.
જોકે, ભારતીય ટીમનો ઓલિમ્પિકમાં પકકાર કેવો રહેશે તેનો અંદાજા હોલેન્ડ સામેના ઓપનિંગ મુકાબલામાં જ લાગી જશે. ધીરે-ધીરે ટીમ પાટા પર આવી રહી છે પરંતુ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું લક્ષ્યાંક ખરેખર કપરો છે. ભારતનું ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ છે. કેમકે પુલ ગ્રુપમાં ફક્ત બેલ્જિયમ જ ટીમ જ ભારત કરતા નિચુ રેન્કિંગ ધરાવતી ટીમ છે. છતા પણ ભારતીય ટીમ સાઉથ કોરિયા, ન્યૂઝીલેન્ડ અથાવ બેલ્જિયમને હલ્કેથી લેવાની ભૂલ નહીં કરે. હાલની ભારતીય હોકી ટીમની સ્થિતિ પરથી ઓલિમ્પિકમાં ભારત ટોપ-6માં સ્થાન બનાવવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ. મહત્વનો રહેશે 'ટ્રિપલ એસ' રોલ ઓલિમ્પિકમાં ભારતના અભિયાનને આગળ વધારવા માટે 'ટ્રિપલ એસ' નો રોલ મહત્વપૂર્ણ રહેશે. ઓલરાઉન્ડર સરદાર સિંહ, ડ્રેગ ફ્લિકર સંદિપ સિંહ અને સ્ટ્રાઈકર શિવેન્દ્ર સિંહ વિરોધી ટીમને કોઈ પણ સમયે ભારે પડી શકે છે. જ્યારે સંદિપ સાથે પેનલ્ટી કોર્નર પર ડ્રેગ ફ્લિકર રઘુનાથને પણ તેની ઓળખ મુજબ પ્રદર્શન કરવું પડશે. મહત્વનો રહેશે સરદારનો રોલ વિરોધી ટીમના એટેક અને ખાસ કરીને ડિફેન્સ ટીમને પરખ્યા બાદ કોઈ પણ વિરોધી ખેલાડીને ગોલ કરતા અટકાવવાની જવાબદારી ભારતીય ડિફેન્સ ટીમની રહેશે. વાઈસ કેપ્ટન સરદાર પર ગોલનો મૂવ બનાવવાની જવાબદારી તો રહેશે જ સાથે-સાથે ડિફેન્સ ટીમ સહિત ગોલકીપર ભરત છેત્રી, ફુલબેક ઈગ્નેશ તિર્કી, સંદિપ સિંહ અને વી. રધુનાથની મેદાન પર મદદ કરવાની જવાબદારી પણ રહેશે. કેમકે ભારતનું ડિફેન્સ નબળુ છે.
શિવા પર રહેશે એટેકની જવાબદારી શેવેન્દ્ર સિંહ ભારતીય ટીમના એટેકની મજબૂત કડી છે. જેથી શિવા પર તુષાર ખાંડેકર, એસ.વી. સુનિલ અને એસ.કે. ઉથપ્પા પર ટીમ તરફથી ગોલ ફટકારવા માટે મોટી જવાબદારી રહેશે. સાથે-સાથે તેના પર ગોલનો મૂવ બનાવવા સહિત ટીમને પેનલ્ટી કોર્નર અપાવવાની જવાબદારી પણ રહેશે. જોકે, શિવાનો એટેક સફળ રહ્યો તો ભારતીય ટીમ આગળ વધવામાં સફળ રહેશે. ગુરબાજ પર રહેશે વિરોધી એટેક ટીમને રોકવાની જવાબદારી સરદારના માર્ગદર્શન હેઠળ રાઈચ હાફ ગુરબાજ અને લેફ્ટ હાફના રૂપમાં મનપ્રીત અને બીરેન્દ્ર લાકરા સામે યૂરોપના મજબૂત એટેકિંગ મિડફિલ્ડર્સને રોકવાની જવાબદારી રહેશે. જેથી ભારત તરફથી મિડફિલ્ડને સંભાળવાની જવાબદારી સરદાર અને ગુરબાજ પર રહેશે. બંને ખેલાડી મિડફિલ્ડ સાથે ડિફેન્સને પણ સંભાળશે. ગુરબાજને સતર્ક રહેવું પડશે અને એટેકમાં આગળ જવાની આદત છોડવી પડશે. ભારતની ગોલ્ડન ગેમ હોકી હોકી ભારતની પ્રથમ રમત છે જેના કારણે ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતન ભૂતકાળ સુવર્ણ રહ્યો છે. ભારતીય હોક ટીમે 28 વર્ષ સુધી ઓલિમ્પિકમાં રાજ કર્યું અને ઉનાળુ ઓલિમ્પિકમાં અજેય રહ્યું. ભારતે અત્યાર સુધીમાં કુલ 11 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. જેમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે હોકીમાં છેલ્લું મેડલ 1980ની મોસ્કો ઓલિમ્પિકમાં જીત્યું હતુ.
ભારતીય ટીમકોચ: માઈક નોબ્સટ્રેનર: ડેવિસ જોનગોલકીપર: ભરત છેત્રી(કેપ્ટન), પી.આર. શ્રીજેશડિફેન્ડર: સંદિપ સિંહ. વી.આર. રઘુનાથ અને ગુરવિન્દર સિંહમિડફિલ્ડર: વીરેન્દ્ર લાકડા, સરદાર સિંહ, મનપ્રિત સિંહ, ગુરબાજ સિંહ અને કોઠાજીત સિંહ