ભિવાની જિલ્લાના કાલૂવાસ ગામના લોકોને પૂરો વિશ્વાસ છે કે ઈતિહાસ રચવા તરફ આગળ ધપી રહેલો માટીનો લાલ વિજેન્દ્ર બીજિંગ ઓલિમ્પિકની મુક્કેબાજી સ્પર્ધા દ્વારા ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતીને જ આવશે.
વિજેન્દ્રએ 75 કિલોવર્ગના સેમીફાઈનલમાં પ્રવેશ કરીને ભારતને માટે એક વધુ ઓલિમ્પિક ચંદ્રક પાકો કરી લીધો. આ પછી તેના ઘેર ઉત્સવનું વાતાવરણ છે અને અભિનંદન આપનારાઓની લાઈન લાગી છે.
વિજેન્દ્રના ઘરની બરાબર સામે એક મંડપ બાંધવામાં આવ્યો છે જેમા તેના પ્રશંસકો મહેમાનો, જાણીતા મુક્કેબાજો અને સંબંધીઓનો મેળો લાગ્યો છે. હરિયાણા પરિવહનમાં કામ કરતા તેના પિતા મહિપાલ સિંહ બેનીવાલ દરેક મહેમાનનુ પોતે સ્વાગત કરી રહ્યા છે.
વિજેન્દ્રની ઉપલબ્ધિથી કાલૂવાસ ગામ એકદમ લોકોની નજરે ચડી ગયુ છે, પરંતુ તેમના અવાજમાંથી હરિયાણી ઠાઠ હજુ ગયા નથી. મહિપાલ અને તેમની પત્ની અહીં બેસેલા ડઝનો પત્રકારો સાથે વાતચીત કરવામાં વ્યસ્ત છે. તો બીજી બાજુ સાહીંઠ પારના લોકો ગામને પાદરે બેસીને હુક્કો ગડગડાવવામાં તલ્લીન છે.
સેનામાંથી રિટાયર થનારા વિજેન્દ્રના દાદા દારાયો સિંહનુ કહેવુ છે કે આટલા બધા ત્રિરંગા તેમને પહેલા કદી તેમના ગામમાં જોયા નહોતા. સૂબેદારના પદથી રિટાયર થયેલા દારાયો ધારાપ્રવાહ અંગ્રેજી બોલે છે. આ આગતુંકોને ખૂબ જ ઉત્સાહથી મળે છે અને ખૂબ જ શાનથી પોતાના પૌત્ર વિશે વાત કરે છે.
વિજેન્દ્રના આજની હરીફાઈમાં કેટલાકે સન્ની દેઓલનો ડાયલોગ 'યે ઢાઈ કિલો કા હાથ જબ પડતા હૈ તો આદમી ઉઠતા નહી ઉઠ જાતા હે' પણ સંભળાવ્યો.