સામગ્રી - દોઢ કપ ચોખા, 1/2 વાડકી ડુંગલી ઝીણી સમારેલી, 1 નાની ચમચી આદુ-લસણનુ પેસ્ટ, 2 મોટા ટામેટા ઝીણા સમારેલા, 4 બાફેલા ઈંડા સ્લાઈસમાં કાપેલા, 1 મોટી ચમચી ફૂદીનાનુ પેસ્ટ, 1/2 ચમચી લાલ મરચુ, 1/2 નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો, થોડા દૂધમાં કેસર પલાળેલુ, થોડો બાંધેલો લોટ વાસણને સીલ કરાઅ માટે, સ્વાદ મુજબ મીઠુ અને 2 મોટી ચમચી તેલ.
બનાવવાની રીત - ચોખાને સાધારણ કસર રહેતા સુધી બાફો. કઢાઈમાં તેલ ગરમ કરો. આદુ-લસણંનુ પેસ્ટ મિક્સ કરી થોડીવાર સુધી સેકો. મીઠુ, ગરમ મસાલો, લાલ મરચુ અને હળદર પાવડર મિક્સ કરો. ટામેટા નાખીને ઢાંકી દો અને તે બફાય ત્યાં સુધી રહેવા દો. જ્યારે ટામેટા સીઝી જાય ત્યારે ગેસ પરથી ઉતારી ફૂદીનાનુ પેસ્ટ નાખો. ઉંડા વાસણમાં ચોખા અને ટામેટાની ગ્રેવીવાળુ પડ પાથરો. દરેક પડમાં મસાલા ઉપર બાફેલા ઈંડાની સ્લાઈસ મુકતા જાવ. છેવટે ચોખાની ચારે બાજુ દૂધ નાખીને વાસણને ઢાંકીને બાંધેલા લોટથી સીલ કરી દો. 15 મિનિટ સુધી દમ પર મુકો. તેને સાદી સમારેલી ડુંગળી, ટામેટા અને રાયતા સાથે પીરસો.