Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nonveg Recipe - ચિકન બિરયાની

Nonveg Recipe - ચિકન બિરયાની
સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, 750 ગ્રામ ચિકન, 1/2 કપ દૂધ, 1 કપ દહીં, 3 ઝીણી સમારેલી ડુંગળી, 2 નાની ચમચી આદુ-લસણ અને લીલાં મરચાંનુ પેસ્ટ, 1/2 કપ ટામેટા પ્યુરી, 2 નાની ચમચી દળેલુ લાલ મરચુ, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી સેકેલુ જીરુ, 2 નાની ચમચી ગરમ મસાલો, 1/2 નાની ચમચી વાટેલી નાની ઈલાયચી, 1 ચપટી કેસર, 1 નાની ચમચી વાટેલા ધાણા, લીલા ધાણા, મીઠુ સ્વાદમુજબ, તેલ જરૂર મુજબ.


બનાવવાની રીત - સર્વપ્રથમ ટામેટા પ્યુરી, દહી, આદુ-લસણનુ પેસ્ટ, વાટેલા લીલા મરચા, હળદર, સેકેલુ જીરુ, ગરમ મસાલો, ધાણાજીરુ અને મીઠુ સારી રીતે મિક્સ કરો.

ચિકનને આ મસાલામાં સેકી લો અને 3-4 કલાક માટે છોડી દો, એક કઢાઈમાં તેલ ગરમ કરીને, તેમા ઝીણી વાટેલી ડુંગળીને સોનેરી થતા સુધી સેકો, હવે તેમા ચિકનને નાખીને 10 મિનિટ સુધી થવા દો.

દૂધમાં કેસર નાખો. ચોખા 4 કપ પાણી, કેસર મેળવેલુ દૂધ, વાટેલી ઈલાયચી અને ચિકનના ટુકડાને ભેળવીને પ્રેશર કુકરમાં બાફો. છેવટે લીલા ધાણાથી સજાવીને સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Recipe- પનીર મસાલા Khichdi