Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

jawara
, શનિવાર, 28 સપ્ટેમ્બર 2024 (13:22 IST)
jawara
નવરાત્રિથી ભારતમાં ફેસ્ટિવલની ઝડી લાગ જશે. આ વખતે શારદીય નવરાત્રિની શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ રહી છે અને તેનુ સમાપન 11 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેમા ચૈત્ર અને શારદીય નવરાત્રી મહત્વપૂર્ણ થાય છે. બીજી બાજુ માઘ અને અષાઢના નવરાત્ર ગુપ્ત માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી વ્રત યોગી સાધુ રાખે છે. આ વર્ષે શારદીય નવરાત્રિમાં 3 ઓક્ટોબર 2024થી શરૂ થઈ રહી છે અને આ 11 ઓક્ટોબર સુધી ચાલશે.  નવ દિવસ ઉપવાસ રાખીને મા દુર્ગા દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે અનેક લોકો જવ વાવે છે. આવો જાણીએ નવરાત્રિના પહેલા દિવસે જવની વાવણી કેમ કરવામાં આવે છે. 
 
નવરાત્રીમાં જવ કેમ વાવવામાં આવે છે 
શાસ્ત્રો મુજબ જ્યારે સૃષ્ટિની રચના થઈ તો સૌથી પહેલા જવનો પાક લેવામાં આવ્યો હતો. તેથી જ્યારે પણ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે તો હવનમાં જવ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ જવને બ્રહ્મા માનવામાં આવે છે. જવ કેટલી ઝડપથી વધી રહ્યા છે તેની પાછળ અનેક શુભ અશુભ સંકેત છિપાયેલા રહે છે. 
 
જવ આપે છે ભવિષ્યનો સંકેત 
જવ જો ઝડપથી વધે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે. જો જવ ઘટ્ટ નથી ઉગતી કે સારી રીતે ઉગતી નથી તો તેને ઘર માટે અશુભ માનવામા આવે છે. એટલુ જ નહી જવ કાળા રંગના કે વાંકા ચૂંકા ઉગે તો અશુભ માનવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે જવનો રંગ નીચેથી અડધો પીળો અને ઉપરથી અડધો લીલો હોય તો તેનો મતલબ આવનારુ વર્ષ અડધુ સારુ રહેશે.  બીજી બાજુ જવનો રંગ નીચેથી અડધુ લીલુ અને ઉપર થી અડધુ પીળુ હોય તો તેનો મતલબ વર્ષની શરૂઆત સારી રહેશે પણ પછી તમને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એટલુ જ નહી તમારા વાવેલા જવ સફેદ કે લીલા રંગના થઈ રહ્યા છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે