ઘટસ્થાપન / કળશ સ્થાપના માટે સામગ્રી
- મા દુર્ગાનો ફોટો
- સિંદૂર, કેસર
- લાલ કપડો
- બાજોટ
- એક ઘડો (કુંભ) કે પાત્ર કે પાત્ર
- ઘડામાં ગંગાજળ મિશ્રિત જળ
- ઘડા કે પાત્ર પર લાલ દોરાથી ૐ હ્રી ક્લી ચામુંડાહે વિચ્ચે લખો કે ૐ હ્રીં શ્રી ૐ લખો.
- ઘડા પર લાલ દોરો બાંધો. આ પાંચ સાત કે નવ વાર લપેટો
- ઘડા પર લાલ દોરાને ગાંઠ ન બાંધશો
- ઘડા પર લપેટાયેલો લાલ દોરો જો લાલ અને પીળો મિક્સ હોય તો સારુ રહેશે.
- જવ
- કાળા તલ
- પીળી સરસવ
- એક સોપારી
- તીન લવિંગની જોડી (એટલે કે 6 લવિંગ)
- એક સિક્કો
- કેરીના પાન અથવા આસોપાલવના પાન (નવ)
- નારિયેળ (નારિયળ પર ચુંદડી લપેટો)
- એક પાન
કેવી રીતે કરીએ ઘટસ્થાપના
પહેલા દિવસે માતા દુર્ગાની મૂર્તિ અને ઘટ સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ જ નવરાત્રિનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થાય છે. માતા દુર્ગા અને ઘટ સ્થાપનાની વિધિ તેમજ શુભ મુહુર્ત આ મુજબનું છે.
સૌ પ્રથમ એક બાજટ પર પવિત્ર સ્થાનની માટીથી બનાવેલ કળશ અથવા તમારી શક્તિ મુજબ બનાવેલ સોના, તાંબા કળશને સ્થાપિત કરો તેમા જવ, ઘઉં નાખો અને તેને બાજટ પર વિધિપૂર્વક સ્થાપિત કરો.
કળશ પર સોના, ચા6દી, તાંબા, માટી, પત્થર કે માતાજીના ફોટાની સ્થાપના કરો. મૂર્તિ જો કાચી માટી અથવા કાગળની હોય તો સ્નાન વગેરેથી તે ખરાબ જાય તેમ હોય તો તેની પર કાચ લગાવી દો. મૂર્તિ ન
હોય મૂર્તિ ન હોય તો બાજોઠની વચ્ચે ગરબાની સ્થાપના કરો, તેમાં અખંડ જ્યોત રહે તે રીતે દીવાની વ્યવસ્થા કરો, કારણ કે આ જ્યોત ને આપણા શાસ્ત્રોમાં મહાશક્તિ નું પ્રતિક માનીને પૂજન કરવાનું વિધાન છે.
આ ગરબા પછળની ભીંત પર સ્વસ્તિક કરો. ગરબા પર ફૂલ, કંકુ, ચોખા ચઢાવો.
નવરાત્રિ વ્રતની શરૂઆતમાં સ્વસ્તિક વાંચન, શાંતિપાઠ કરીને સંકલ્પ કરો. સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી માતૃકા, લોકપાલ, નવગ્રહ તથા વરૂણનું સવિધિ પૂજન કરો. માતાની આરાધના અનુષ્ઠાનમાં
મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને માર્કળ્ડેયપુરાણાંતર્ગતવાળો શ્રી દુર્ગાનો પાઠ નવ દિવસ સુધી કરવો જોઈએ.