Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રીમાં વરસાદનું વિધ્ન, મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડે તેવી શક્યતા

navratri
, સોમવાર, 9 ઑક્ટોબર 2023 (08:52 IST)
ગુજરાતની અંદર નવરાત્રીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગરબા રસિકો પણ નવરાત્રીની રાહ આખા વર્ષથી જોતા હોય છે, ત્યારે જો નવરાત્રીમાં જ વરસાદ વર્ષે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડી જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ મેઘરાજા નવરાત્રીમાં જ વરસશે તેવી સંભાવના છે.
 
17 ઓક્ટોબરે ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે. 
 
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત દ્વારા વરસાદની ગતિવિધિ તેજ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ દરમિયાન સૌથી મહત્વના સંભાવના એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નવરાત્રિ વરસાદનું વિધ્ન જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત  આ અંગે આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડી શકે છે. નવરાત્રિમાં વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા છે. મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. કારણ કે 15 ઓક્ટોબર બાદ વરસાદની સંભાવના છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indira Ekdashi 2023: પિતૃઓના ને મોક્ષ આપવા જરૂર કરો ઇન્દિરા એકાદશીનું વ્રત, જાણો સાચી તિથિ અને શુભ મુહુર્ત