Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટિપ્સ નવરાત્રી માટે

ટિપ્સ નવરાત્રી માટે
PTI

નવરત્રી આવતા જ આજના યુવાનોનું રોમરોમ પુલકિત થઈ જાય છે. પોતાના ફ્રેંડ્સ ગુપ્ર માતાની આરાધનામાં નવ રાત સુધી સતત ગરબા રમવાની જે મજા છે તે કોઈ સ્વિઝરલેંડની યાત્રા કરવામાં પણ નથી. નવરાત્રી આવે એટલે ચણિયાચોળી, આર્ટિફિશિયલ ઘરેણાં અને મેકઅપની ધૂમ ખરીદી થાય છે.

- તમારે આવતીકાલે શુ પહેરવાનું છે તેની તૈયારી એક દિવસ પહેલા જ કરી દો. વાળ ધોવાના હોય તો સાંજે 5 વાગ્યા પહેલા ધોઈ લો.. નહિ તો રોજ સાંજે વાળ ધોવાથી શરદી થશે અને જો બીમાર થશો તો નવ દિવસ રમવાનો હર્ષ અટવાય જશે.

- સાંજ પહેલા જે ડ્રેસ પહેરવાનો છે તેને પૂરો તૈયાર છે કે નહી જોઈ લો.. મતલબ પ્રેસ, ક્યાક ડ્રેસમાં કોઈ ફિટિંગ કે સુધારો કરવાની જરૂર તો નથી ને.

- ડ્રેસ સાથે કંઈ જ્વેલરી ફિટ બેસશે તે પણ અગાઉથી જ નક્કી કરો, રાત્રે શુ પહેરીશ કરીને દોડદોડી ન કરશો.

- ગરબા રમવાના બે કલાક પહેલા ભરપેટ ભોજન કરી લો અને ગરબા રમવા જતા પહેલા લીંબુનુ શરબત કે ગ્લુકોઝ પી ને જાવ જેથી ચક્કર ન આવે.

- જો ઉપવાસ કરતા હોય તો ખાવા-પીવાનું વિશેષ ધ્યાન રાખો. ઉપવાસમાં સાંજે જમો.. અને ફ્રુટ જ્યુસ જરૂર પીવો.

- જેઓ ગરબા દ્વારા પોતાનું વજન ઓછુ કરવા માંગે છે તેમણે પણ ખાલી પેટ રમવુ ખતરનાક છે તેઓએ હલકો ખોરાક અને લીંબુપાણી તો લેવા જ જોઈએ.

- જો તમે ગ્રુપમાં જતા હોય તો મોબાઈલ જરૂર સાથે રાખો અને ચણિયાની અંદર જ એક ખિસ્સુ બનાવીને મોબાઈલ એવી રીતે મુકો કે પડી ન જાય. મોબાઈલ રાખવાથી ઘરના લોકો જરૂર પડતા તમારી સાથે વાત કરી શકે છે અને તેમને નાહક ચિંતા થતી નથી

- આ એક અણગમતી સલાહ છે .. પણ જરૂરી છે . માતા-પિતાનો વિશ્વાસ કદી ન તોડશો. જો માતા-પિતા તમારા દરેક શોખ પુરા કરે છે તો તમારું પણ કર્તવ્ય છે કે તમે ક્યારેય તમારા માતા-પિતાની બદનામી થાય તેવુ કાર્ય નહી કરો.

તો ચાલો કરીએ તૈયારી ભરપૂર ઉમંગ અને ઉલ્લાસ સાથે નવરાત્રીની તૈયારી

Share this Story:

Follow Webdunia gujarati