Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri 2023 : નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

kashmiri foo
, રવિવાર, 15 ઑક્ટોબર 2023 (16:42 IST)
વ્રત ફક્ત તમને સકારાત્મકતા જ નથી આપતુ પણ તમારા આરોગ્ય માટે પણ ખૂબ સારુ હોય છે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઇએ. તેનાથી બોડી ખુદને ડિટૉક્સ કરી લે છે. આવી સ્થિતિમાં જેઓ વધારે વજન ધરાવે છે અને તેઓ જલ્દી તેને ઓછુ કરવા માંગે છે તો તેમને માટે નવરાત્રીનુ વ્રત (Navratri Vrat) એક સોનેરી તક છે, કારણ કે નવ દિવસના ઉપવાસ શરીરને  વધારાની કેલરીથી બચાવી શકાય છે.
 
પરંતુ ઘણા લોકો ઉપવાસ કરતી વખતે ખોરાક તો છોડી દે છે, પરંતુ તેના સ્થાને તેઓ એવી વસ્તુઓ ખાય છે, જે તેમના વજનને ઘટાડવાને બદલે વધારે છે. જો તમે પણ વજન ઘટાડવાના ઈરાદાથી નવરાત્રીનો ઉપવાસ કરી રહ્યા છો, તો તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમે પણ તે ભૂલ તો નથી કરી રહ્યા ને, જેના કારણે તમારું વજન ઘટવાને બદલે વધી રહ્યું છે
 
ફળ અને શાકભાજીને નજરઅંદાજ કરવાની ભૂલ 
 
ઉપવાસ દરમિયાન ફળો અને શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ કારણ કે તેમાં તમામ પોષક તત્વો હોય છે જે શરીરને ઉર્જા આપે છે. વળી, તેઓ વજન વધારતા નથી. પરંતુ લોકો તેની જગ્યાએ શીરો, સાબુદાણાની ખીર, મખાનાની ખીર, બરફી, લસ્સી વગેરે લે છે. આનાથી ચોક્કસ પેટ ભરેલુ લાગે છે. પરંતુ વધુ મીઠાઈ ખાવાથી શરીરને વધુ કેલરી મળે છે અને વજન વધે છે. જો તમે વજન પ્રત્યે સભાન હોવ તો તમારે ઓછામાં ઓછી ખાંડ લેવી જોઈએ. તેથી, ઉપવાસ દરમિયાન વધુમાં વધુ ફળો અને શાકભાજી ખાવ. 
 
ઘી અને તેલનુ વધુ સેવન 
 
આજકાલ ઉપવાસની તમામ વાનગીઓ નેટ પર પણ ઉપલબ્ધ છે. ઉપવાસ દરમિયાન, લોકો કટ્ટુના પકોડા, રાજગરાની પુરી, સાબુદાણાની ખીચડી, બટાકાની ટિક્કી, સાબુદાણા વડા, રાજગીર પનીર પરાઠા, દહીં-બટાકા વગેરે ખાય છે. આ બધી વસ્તુઓમાં ઘણું ઘી અને તેલ નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણે સામાન્ય દિવસો કરતાં પણ વધુ ઘી અને તેલનું સેવન કરીએ છીએ. તેના કારણે શરીરમાં ચરબી વધે છે અને વજન ઓછું થવાને બદલે વધે છે.
 
ઓછું પાણી પીવુ 
 
જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો, તો ઓછું પાણી પીવાની ભૂલ ન કરો. પાણી તમારા શરીરને ડિટોક્સ કરે છે અને તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. તેથી પાણી પીને શરીરને હાઇડ્રેટેડ રાખો.
 
બહારનો ખોરાક ખાવો 
 
આજકાલ બજારમાં ઉપવાસનો સામાન પણ પેકેટમાં વેચાય છે. બટાકાની ચિપ્સ, મખાણા, પાપડ વગેરે તમામ વસ્તુઓ વેચાય છે. આ વસ્તુઓ તમારું વજન વધારવાનું કામ કરે છે. તેથી તેને ખાશો નહીં. પેકેટબંધ ફૂડને બદલે ઘરે બનાવેલી વસ્તુઓ ખાવ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Day 2: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમનો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો આજે