Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રીમાં દેવી દુર્ગાની કૃપા અને ધન લાભ માટે કરો આ સરળ ઉપાય

નવરાત્રી
, સોમવાર, 3 ઑક્ટોબર 2016 (16:41 IST)
નવરાત્રીમાં માત દુર્ગાના પૂજનથી બધા પ્રકારની પરેશાનીઓથી છુટકારો મળે છે.  નવરાત્રીમાં વિધિ વિધાનથી પૂજન કરવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે. અને ગરીબી દૂર થાય છે 
 
નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજાથી બધા પ્રકારની પરેશાનીઓમાંથી છુટકારો મળે છે. નવરાત્રીમાં વિધિ વિધાનથી પૂજન કરવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે અને ગરીબી દૂર થાય છે. માતાની કૃપાથી કાર્યોમાં આવી રહેલ અવરોધોથી મુક્તિ મળે છે. 
 
- મા દુર્ગા સામે ધનની તંગીથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરો. ત્યારબાદ માતાને સાત ઈલાયચી અને થોડીક સાકરનો ભોગ લગાવો. 
 
- મા દુર્ગાને ધૂપની સુગંધ ખૂબ પ્રિય છે. આ માટે નવરાત્રીમાં સવાર સાંજ લોબાન, ગૂગળમાં ચંદન પાવડર મિક્સ કરો અને છાણાને સળગાવીને ઘરમાં ધૂની કરો. 
 
- આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે નિયમિત રૂપે દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયનો પાઠ કરો. 
 
- નવરાત્રીમાં મંગળવારના દિવસે રામ ભક્ત હનુમાનના મંદિરમાં લાલ ધ્વજ દાન કરો. 
 
- જે કન્યાઓના લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય તેમને નવરાત્રીની નવમીના દિવસે એક લાલ સાડી, હળદર, સિંદૂર અને મેંહદી મા દુર્ગાને અર્પિત કરો. આ કાર્ય ગુપ્ત રૂપે કરો. કોઈને ન જણાવશો. 
 
- સપ્તમી નવરાત્રીના રોજ વ્રત કરીને મંદિરમાં કેળાનો છોડ લગાવો. 
 
- નવરાત્રીમાં અષ્ટમી કે નવમીના દિવસે ઘરમાં કન્યાઓને ભોજન કરાવો અને દક્ષિણાના રૂપમાં કોઈ ભેટ આપો. આવુ કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થઈને વ્યક્તિની સંપૂર્ણ મનોકામનાઓ પૂર્ણ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માં બ્રહ્મચારિણીના આશીષથી ખુલે છે સૌભાગ્યના દરવાજા