Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રી પહેલા કરો દેવી દુર્ગાના સ્વાગતની તૈયારી, વરસશે માતાનો આશીર્વાદ

નવરાત્રી પહેલા કરો દેવી દુર્ગાના સ્વાગતની તૈયારી, વરસશે માતાનો આશીર્વાદ
, ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (15:53 IST)
નવરાત્ર નવ દિવસ માતા દુર્ગાના નવ સ્વરૂપની વિધિવિધાનથી  ઉપાસના કરાય છે. આમ તો માતાની આરાધના કોઈ પણ દિવસે કે સમય પર કરી શકાય છે પણ નવરાત્રીમાં એનું  વધારે મહત્વ છે. માનવું છે કે નવરાત્રીના નવ દિવસ દેવી માતા ધરતી પર વાસ કરે છે અને જે ભાવથી એમની આરાધના કરે છે એ કોઈપણ  રૂપમાં ભક્ત  પર એમનો આશીર્વાદ વરસાવે છે. નવરાત્રીની શરૂઆત પહેલા  કરો દેવી દુર્ગાના સ્વાગતની તૈયારી. 
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કોઈ પણ વસ્તુને સ્થાપિત કરતા પહેલા થોડા નિયમોને  ધ્યાનમાં રાખવા જોઈએ. જેથી એની સકારાત્મકતાનો લાભ ઉઠાવી શકાય.  નહી તો  નકારાત્મકતા પોતાનું  વર્ચસ્વ સ્થાપિત કરી લે છે. બધી દિશાઓ પર ખાસ દેવી-દેવતાનું  સામ્રાજ્ય સ્થાપિત હોય છે. એમનુ  પૂજન યોગ્ય દિશામાં કરવાથી પૂર્ણ રૂપથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. 

 
* પ્રાચીન માન્યતાઓથી જાણ થાય છે કે દેવી દુર્ગાનો આધિપત્ય દક્ષિણ દિશામાં સ્થાપિત છે. માતા સાથે જોડાવ માટે પૂજન કરતા સમયે ધ્યાન રાખો કે મોઢું દક્ષિણ કે પૂર્વ દિશામાં હોવું જોઈએ. પૂર્વ દિશામાં મોઢું કરવાથી પ્રજ્ઞા જાગૃત થાય છે, દક્ષિણ દિશામાં મોઢું કરવાથી આત્મિક શાંતિનો અનુભવ હોય છે. 
 
* માતાની પ્રસન્નતા ઈચ્છતા જાતકે પૂજા સામગ્રી દક્ષિણ-પૂર્વ- દિશામાં રાખવી જોઈએ. 
 
* જે રૂમમાં માતાની સ્થાપના કરી હોય એ રૂમમાં હળવો પીળા, લીલો કે ગુલાબી રંગ હોવો જોઈએ. 
webdunia
* પૂજનમાં એકાગ્રતા લાવવા માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં પ્લાસ્ટિક કે લાકડીથી બનેલા પિરામિડ રાખો. આ નીચેથી પીળા હોવા જોઈએ. 
 
* હિંદુ શાસ્ત્રો કે વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ શુભ કાર્ય શરૂ  કરતા પહેલા હળદર કે સિંદૂરથી સ્વસ્તિક બનાવવાનું  વિધાન છે. પૂજન શરૂ કરતા પહેલા સ્વસ્તિક જરૂર બનાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂવારે ઘરે બનાવો આ પોટલી અને સોનાથી ભરી લો તમારી તિજોરી