Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રીના નવ દિવસોમાં માતાની આ રીતે કરો આરાધના અને નવ સમસ્યાઓમાંથી મેળવો મુક્તિ

નવરાત્રીના નવ દિવસોમાં માતાની આ રીતે કરો આરાધના અને નવ સમસ્યાઓમાંથી મેળવો મુક્તિ
, બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (21:23 IST)
માતાના ગર્ભમાં જન્મ લેવા ઉપરાંત પંચમહાભૂતોના યથાર્થ સુધીની યાત્રા જ જીવનનો નવરંગ છે.  બાળપણથી લઈને મરણોપરાંત સુધી જીવનના નવરંગ આ પ્રકૃતિનો જ ભાગ છે. આ અવસ્થાઓ આપણા બધાના જીવનમાં આવે છે અને દરેક અવસ્થા સાથે નવગ્રહ સંબંધ ધરાવે છે. આ જ રીતે નવરાત્રીના નવ રાત્ર જીવનના નવ 
પડાવ છે.  જેનો સંબંધ નવ જુદા જુદા ગ્રહો સાથે છે. આવો સમજીએ કાળચક્રના આ નવરંગને... 
 
નવરાત્રીના દિવસોમાં નવ દેવીઓનુ જીવનમાં જુદુ જુદુ સ્થાન છે. 
 
1. શૈલપુત્રી - માનવ મન પર અધિપત્ય રાખનારી પ્રથમ દુર્ગા ચંદ્ર સ્વરૂપા દેવી શૈલપુત્રી શાશ્વત જીવનમાં  એ નવજાત શિશુનું આ સ્વરૂપ છે જે અબોધ છે, નિષ્પાપ છે જેનુ મન નિર્મલ છે. 
 
ઉપાય - મનોવિકારથી મુક્તિ માટે માં શૈલપુત્રીને સફેદ કરેણના ફુલ ચઢાવો 
 
2. બ્રહ્મચારિણી - તામસિક ઈંદ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારી બીજી દુર્ગા મંગળ સ્વરૂપ દેવી બ્રહ્મચારિણી શાશ્વત 
જીવનમાં એ બાળકનું સ્વરૂપ છે જે હવે મોટો થઈ રહ્યો છે. વિદ્યાર્થી છે અને તેનુ જીવન જ જ્ઞાન સ્વરૂપ છે. 
 
ઉપાય - શક્તિ પ્રાપ્તિ માટે મા બ્રહ્મચારિનીને સિંદૂરનો ચોલા ચઢાવો 
 
3. ચન્દ્રઘટા - કામોત્તેજનાને વશમાં રાખનારી ત્રીજી દુર્ગા શુક્ર સ્વરૂપા દેવી ચંદ્રઘટા શાશ્વત જીવનના એ નવયોવનાનુ 
સ્વરૂપ છે જેમા પ્રેમનો ભાવ જાગૃત છે અને જે વ્યસ્કની શ્રેણીમાં આવી ગઈ છે. 
 
ઉપાય - પ્રેમમાં સફળતા માટે મા ચન્દ્રઘટાને ચમેલીનુ અત્તર ચઢાવો 
 
4. કુષ્માંડા - જીવની શક્તિનુ સંચારણ કરતી ચોથી દુર્ગા સૂર્ય સ્વરૂપા દીએ કુષ્માંડા શાશ્વત જીવનના એક વિવાહિત 
સ્ત્રી અને પુરૂષનુ સ્વરૂપ છે જેના ગર્ભમાં નવજીવન પાંગરી રહ્યુ છે અર્થાત જે પ્રેંગનેંટ છે. 
 
ઉપાય - સંતતિ સુખની પ્રાપ્તિ માટે માં કૃષ્માંડાને જાયફળ ચઢાવો 
 
5. સ્કંદમાતા - પાલન શક્તિનુ સંચારણ કરતી પાંચમી દુર્ગા બુદ્ધ સ્વરૂપા દેવી સ્કંદમાતા શાશ્વત જીવનમાં એ મહિલા 
કે પુરૂષનુ સ્વરૂપ છે જે માતા-પિતા બનીને પોતાના બાળકોનુ પાલન પોષણ કરે છે. 
 
ઉપાય - સંતાનની સફળતા માટે સ્કંદમાતા પર મહેંદી ચઢાવો. 
 
6. કાત્યાયની - પારિવારિક જીવનનુ નિર્વાહન કરતી ષષ્ટમ દુર્ગા ગુરૂવાર રૂપાદેવી કાત્યાયની શાશ્વત જીવનમાં એ મહિલા અથવા પુરૂષનુ જે પરિવારમાં રહીને પોતાની પેઢીનુ ભવિષ્ય સુધારી રહ્યા છે. 
 
ઉપાય - પારિવારિક સુખ શાંતિ માટે મા કાત્યાયની પર આખી હળદરની ગાંઠ ચઢાવો 
 
7. કાલરાત્રિ - વૃધ્ધાવસ્થાના અનુભવ માટે સપ્તમ દુર્ગા શનિ સ્વરૂપા દેવી કાલરાત્રિ શાશ્વત જીવનમાં એ મહિલા અને સ્ત્રીનું સ્વરૂપ છે જે નાતિન અથવા પૌત્રોનુ સુખ લરી રહી છે અને કાળ સામે લડી રહ્યા છે. 
 
ઉપાય - મૃત્યુ ભયથી મુક્તિ માટે મા કાલરાત્રિ પર કાળા ચણાનો ભોગ લગાવો 
 
8. મહાગૌરી - મૃતાવસ્થાના કપડા પહેરેલ અષ્ટમ દુર્ગા રાહુ સ્વરૂપા દેવી મહાગૌરી શાશ્વત જીવનમાં આ સ્વરૂપ એ મરણોત્તર પ્રાપ્ત વૃદ્ધ મહિલા અથવા પુરૂષનુ છે જે કફન પહેરેલ છે અથવા અર્થી પર સવાર મૃત છે. 
 
ઉપાય - સદ્દગતિની પ્રાપ્તિ માટે માં મહાગૌરીને સૂંઠ ચઢાવો 
 
9. સિદ્ધિદાત્રી - સિધ્ધાર્થ પ્રાપ્ત પંચમહાભૂતમાં વિલીન નવમ દુર્ગા કેતુ સ્વરૂપા સિદ્ધિદાત્રી શાશ્વત જીવનમાં દેહત્યાગ કરી ચુકેલ એ આત્માનું સ્વરૂપ છે જેણે જીવનમાં સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરીને ખુદને પરમેશ્વરમાં વિલીન કરી લીધુ છે. 
 
ઉપાય - મોક્ષની પ્રાપ્તિ માટે માં સિદ્ધિદાત્રી પર કેળાનો ભોગ લગાવો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિ 2021- નવરાત્રિના ઉપવાસ કરો છો તો ઈમ્યુન સિસ્ટમને મજબૂત રાખવા પીવો આ 5 ડ્રિંક્સ