Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉપવાસ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, નહી તો ફુડ પૉયજનિંગ થઈ શકે છે

ઉપવાસ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, નહી તો ફુડ પૉયજનિંગ થઈ શકે છે
, સોમવાર, 19 ઑક્ટોબર 2015 (15:46 IST)
શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે નવરાત્રિ દરમિયન નવ દિવસ વ્રત કેમ રાખવામાં આવે છે ? વ્રત કરવાથી શરીરના પાચનતંત્રને આરામ મળે છે અને શરીરનુ શુદ્ધીકરણ પણ થઈ જાય છે. પણ આ દિવસો દરમિયાન ફુડ પૉયજનિંગની શક્યતા પણ રહે છે.  
 
ઓછી કૈલોરી અને ઓછા મસાલાવાળુ ભોજન ખાવાથી શરીરને વધુ મહેનત નથી કરવી પડતી જે તે સામાન્ય દિવસોમાં કરે છે. પણ જ્યારે વ્રતના દિવસોમાં બટાકા અને રાજગરાના પકોડા જેવી તળેલી અને વસાયુક્ત વસ્તુઓ ખાય છે તો વ્રતનો ઉદ્દેશ્ય ખતમ થઈ જાય છે.  
 
ઈંડિયન મેડિકલ એસોસિએશનના મહાસચિવ ડૉ. કે.કે. અગ્રવાલે જણાવ્યુ, "નવરાત્રી દરમિયાન લોકોની પાસે ખાવાની વસ્તુઓનુ ખૂબ સીમિત વિકલ્પ હોય છે.  જેમા ફક્ત રાજગરો અને શિંગોડાના લોટનો સમાવેશ હોય છે. જે લોકો વ્રત કરી રહ્યા છે અમે તેમને વધુ પ્રમાણમાં તરલ વસ્તુઓ લેવાની સલાહ આપીએ છીએ.  જેથી ઉર્જા કાયમ રહે અને ડિહાઈડ્રેશનથી બચી શકાય. 
 
તેમણે કહ્યુ કે ગયા વર્ષના બચેલા રાજગરા કે શિંગોડાના લોટનો ઉપયોગ ન કરો કારણ કે તે દૂષિત થઈ જાય છે અને તેને ખાવાથી ડાયેરિયા થવાની શક્યતા રહે છે. ફળ ખૂબ પ્રમાણમાં ખાવ પણ બરફી લાડુ અને બટાકા જેવી તળેલી અને વધુ ખાંડવાળી વસ્તુઓથી ઝાડા થઈ શકે છે. 
 
વ્રત દરમિયાન આ વાતોનુ ધ્યાન રાખો.. 
 
- શિંગોડાનો લોટનો પ્રયોગ કરો શિંગોડા અનાજ નથી પણ ફળ હોય છે. જે સૂકાયેલા શિંગોડામાંથી બનાવવામાં આવે છે. તેથી તેને નવરાત્રીમાં અનાજના સ્થાન પર પ્રયોગ કરી શકાય છે. પ્રતિ 100ગ્રામમાં આ 115 કૈલોરી આપે છે. તેથી આ ઉર્જાનો સારો સ્ત્રોત્ર છે. 
 
- પાણીમાં ઉછરનારી શિંગોડાની વેલમાં વિશેષ આકારના ફળ લાગે છે. ફળ કે મેવાને ઉકાળીને કે કાચા જ સ્નૈક્સની જેમ ખાઈ શકાય છે. 
 
-શિંગોડાનો લોટ બનાવતા પહેલા તેને ઉકાળીને, છોલીને અને સુકાવીને બનાવવામાં આવે છે.. જેને કારણે તેના દૂષિત થવાની શક્યતા બચતી નથી. 
 
- શિંગોડામાં કાર્બોહાઈડ્રેટ્સની શુદ્ધ માત્રા ખૂબ ઓછી હોય છે. તેને ઓછા કાર્બોહાઈડ્રેટ્સવાળી અનેક ખોરાકમાં જોડવામાં આવે છે.  તેમા સામાન્ય મેવા જેવી ચરબી નથી હોતી. તેમા સફેદ લોટની તુલનામાં ઓછો કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. 
 
- શિંગોડાના લોટથી બનનારી તળેલી પુરી કે પરાઠાથી પરેજ કરો. 
 
- સારા બ્રાંડનો ઉચ્ચ ક્વોલિટીવાળો લોટ જ લો. ગયા વર્ષનો બચેલો લોટ ઉપયોગ કરવાથી ફુડ પોયજનિંગ થઈ શકે છે. 
 
- શિંગોડાની રોટલી બનાવતી વખતે ઉચ્ચ ટ્રાંસ ફૈટવાળુ તેલ પ્રયોગ કરો. 
 
- શક્ય તેટલા વધુ ફળ ખાવ. વ્રત રાખનારાઓ માટે ફળ સૌથી સારો વિકલ્પ હોય છે. 
 
- શરીરમાં પાણીની યોગ્ય માત્રા કાયમ રાખવા માટે પાણી અને ફળોનો રસ વધુ પ્રમાણમાં પીતા રહો. 

Share this Story:

Follow Webdunia gujarati