Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરબા રમવાની મજા આ વખતે ખેલૈયાઓ માટે ખુશખબરી : નવલી નવરાત્રીની મજા માણો 10 દિવસ

ગરબા રમવાની મજા આ વખતે ખેલૈયાઓ માટે ખુશખબરી : નવલી નવરાત્રીની મજા માણો 10 દિવસ
, સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (13:35 IST)
ગુજરાતીઓ માટે નવરાત્રી  જેટલું મહત્વ ભાગ્યે જ કોઇ બીજા પ્રસંગનું હશે. ગરબાનો મુખ્ય ઉત્સવ એટલે નવરાત્રી. જો કે છેલ્લા બે વર્ષોથી નવરાત્રી 8 જ દિવસની હતી.  આ વર્ષે અદ્ભત સંયોગ સર્જાયો છે જેનાં કારણે નવરાત્રી 10 દિવસની રહેશે. જેથી યુવા હૈયાઓને એક દિવસ વધારાનો મળશે. 16 વર્ષ બાદ નવરાત્રીમાં ખાસ સંયોગ બની રહ્યો છે. બીજ સતત બે દિવસ હોવાનાં કારણે શારદીય નવરાત્રી નવના બદલે 10 દિવસની હશે. શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થતાની સાથે જ શારદીય નવરાત્રી આરંભ થઇ રહી છે. 1 ઓક્ટોબરથી નવરાત્રી પ્રારંભ થશે. આ વખતે દુર્ગાજી અશ્વ પર આવશે અને ભેંસ પર બેસીને જશે. શારદીય નવરાત્રી અશ્વિની માસનાં શુક્લ પક્ષથી આરંભ થાય છે. આ વખતે ગજકેશરી યોગમાં શારદીય નવરાત્રી હશે. એવું એટલા માટે કે ગુર તથા ચંદ્રમાં એક સાથે કન્યા રાશીમાં લગ્ન સ્થાનમાં હોવાના કારણે ગજકેશરી મહાસંયોગ બની રહ્યો છે. શારદીય નવરાત્રીમાં શક્તિ સ્વરૂપા માં દુર્ગાનાં નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. 1 ઓક્ટોબરથી ચાલુ થઇને શારદીય નવરાત્રી ઉત્સવ 10 ઓક્ટોબર સુધી ચાલશે. ખાસ વાત છે કે આ વખતે માં દુર્ગાનું આગમન અશ્વથી થશે તો ગમન પાડા પર થશે. જે અતિ શુભ માનવામાં આવે છે. દેવીપુરાણમાં ઉલ્લેખ છે કે નવરાત્રીમાં ભગવતીનાં આગમન તથા પ્રસ્થાન માટે વાર અનુસાર વાહન ગણાવાયા છે.ગરબા રમવાની મજા આ વખતે ખેલૈયાઓ માટે ખુશખબરી : નવલી નવરાત્રીની મજા માણો 10 દિવસ

ગુજરાતીઓ માટે નવરાત્રી  જેટલું મહત્વ ભાગ્યે જ કોઇ બીજા પ્રસંગનું હશે. ગરબાનો મુખ્ય ઉત્સવ એટલે નવરાત્રી. જો કે છેલ્લા બે વર્ષોથી નવરાત્રી 8 જ દિવસની હતી.  આ વર્ષે અદ્ભત સંયોગ સર્જાયો છે જેનાં કારણે નવરાત્રી 10 દિવસની રહેશે. જેથી યુવા હૈયાઓને એક દિવસ વધારાનો મળશે. 16 વર્ષ બાદ નવરાત્રીમાં ખાસ સંયોગ બની રહ્યો છે. બીજ સતત બે દિવસ હોવાનાં કારણે શારદીય નવરાત્રી નવના બદલે 10 દિવસની હશે. શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થતાની સાથે જ શારદીય નવરાત્રી આરંભ થઇ રહી છે. 1 ઓક્ટોબરથી નવરાત્રી પ્રારંભ થશે. આ વખતે દુર્ગાજી અશ્વ પર આવશે અને ભેંસ પર બેસીને જશે. શારદીય નવરાત્રી અશ્વિની માસનાં શુક્લ પક્ષથી આરંભ થાય છે. આ વખતે ગજકેશરી યોગમાં શારદીય નવરાત્રી હશે. એવું એટલા માટે કે ગુર તથા ચંદ્રમાં એક સાથે કન્યા રાશીમાં લગ્ન સ્થાનમાં હોવાના કારણે ગજકેશરી મહાસંયોગ બની રહ્યો છે. શારદીય નવરાત્રીમાં શક્તિ સ્વરૂપા માં દુર્ગાનાં નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. 1 ઓક્ટોબરથી ચાલુ થઇને શારદીય નવરાત્રી ઉત્સવ 10 ઓક્ટોબર સુધી ચાલશે. ખાસ વાત છે કે આ વખતે માં દુર્ગાનું આગમન અશ્વથી થશે તો ગમન પાડા પર થશે. જે અતિ શુભ માનવામાં આવે છે. દેવીપુરાણમાં ઉલ્લેખ છે કે નવરાત્રીમાં ભગવતીનાં આગમન તથા પ્રસ્થાન માટે વાર અનુસાર વાહન ગણાવાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય