Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રીમાં રાશિ મુજબ માતાજીની આરાધના કરો(see video)

Durga Puja according to Zodiac Sign

નવરાત્રીમાં રાશિ મુજબ માતાજીની આરાધના કરો(see video)
આ વખતે નવરાત્રીની શરૂઆત 1 ઓક્ટોબર શનિવારથી થઈ રહી છે. નવરાત્રિમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને ક્ષમતા મુજબ મતાની આરાધના કરે છે. પણ ઉદ્દેશ્ય ફક્ત એક હોય છે માતાના આશીર્વાદ મેળવવાનો. કોઈ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે તો કોઈ નવ દિવસ સુધી ચંપલ નથી પહેરતા, આ બધા માતાની ભક્તિના જ વિવિધ રૂપ છે.

જો આ નવરાત્રિમાં તમે માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશિ મુજબ માં દુર્ગાને આરાધના કરો. જેના દ્વારા તમને માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમારી મુશ્કેલીઓ પણ સરળ થઈ જશે.

મેષ - આ રાશિના લોકોએ સ્કંદમાતાને વિશેષ ઉપાસના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરો. સ્કંદમાતા કરુણામયી છે, જે વાત્સલ્યતાનો ભાવ રાખે છે

વૃષભ - વૃષભ રાશિના લોકોએ મહાગૌરી સ્વરૂપની ઉપાસના કરશે તો વિશેષ ફળ પ્રાપ્તિ થશે. લલિતા સહસ્ત્ર નામનો પાઠ કરો. જન કલ્યાણકારી છે. અવિવાહિત યુવતીઓ દ્વારા આરાધના કરવાથી ઉત્તમ વર મળે છે.

મિથુન - આ રાશિના લોકોએ દેવીનું યંત્ર સ્થાપિત કરી બ્રહ્મચરિણીની ઉપાસના કરવી જોઈએ. સાથે જ તારા કવચનુ રોજ પઠન કરો. મા બ્રહ્મચરિણી જ્ઞાન આપનારી છે વિદ્યાનો અવરોધ દૂર કરે છે.

કર્ક - કર્ક રાશિના લોકોએ શૈલપુત્રીની પૂજા ઉપાસના કરવી જોઈએ. લક્ષ્મી સહસ્ત્રનામનુ પાઠ કરો. ભગવતીની વરદાન આપતી મુદ્રા અભય દાન આપે છે

સિંહ - સિંહ રાશિવાળા માટે માં કૃષ્ણમાંડાની સાધના વિશેષ ફળ આપનારી છે. દુર્ગા મંત્રોનો જાપ કરો. એવુ માનવામાં આવે છે કે દેવી મા નાં હાસ્ય માત્રથી બ્રહ્માંડને ઉત્પત્તિ થઈ. દેવી બલિ પ્રિયા છે. તેથી સાધક નવરાત્રિની ચતુર્થીના રોજ આસુરી પ્રવૃત્તિઓ મતલબ ખરાબ આદતોનુ બલિદાન દેવીના ચરણોમાં અર્પિત કરે છે.

કન્યા - આ રાશિના લોકોએ મા બ્રહ્મચારિણીનું પૂજન કરવુ જોઈએ. લક્ષ્મી મંત્રોનો વિધિપૂર્વક જપ કરો. જ્ઞાન પ્રદાન કરતી દેવી વિદ્યા માર્ગના અવરોધોને દૂર કરે છે. વિદ્યાર્થીઓ માટે દેવીની સાધના ફળદાયક છે.

તુલા - તુલા રાશિના લોકોએ મહાગૌરીની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે. કાલી ચાલીસા અથવા સપ્તશાંતિના પ્રથમ ચરિત્રનુ પાઠ કરો. જન કલ્યાણકારી છે. અવિવાહિત કન્યાઓ દ્વારા મા દેવીની આરાધના કરવાથી યોગ્ય વર મળે છે.

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો દ્વારા સ્કંદમાતાની ઉપાસના કરવાથી યોગ્ય ફળ મળે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

ધન - આ રાશિવાળાઓએ મા ચંદ્રઘટાની ઉપાસના કરવી જોઈ. સંબંધિત મંત્રોનુ યથાવિધિ અનુષ્ઠાન કરો. ઘંટા પ્રતિક છે એ બ્રહ્મનાદનુ, જે સાધકના ભય અને વિધ્નોને પોતાની ધ્વનિથી મૂળ સહિત નષ્ટ કરી દે છે.

મકર : મકર રાશિના જાતકો માટે કાલરાત્રિન્હી પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નર્વાણ મંત્રનો જાપ કરો. અંધકારમાં ભક્તોનુ માર્ગદર્શન અને પ્રાકૃતિક પ્રકોપ, અગ્નિકાંડ વગેરેનું શમન કરે છે. શત્રુ સંહારક છે.

કુંભ - કુંભ રાશિવાળા વ્યક્તિઓ માટે કાલરાત્રિની ઉપાસના લાભદાયક છે. દેવી કવચનુ પાઠ કરો. અંધકારમાં ભક્તોનુ માર્ગદર્શન અને પ્રાકૃત્તિક પ્રકોપોને શાંત કરે છે.

મીન - મીન રાશિના લોકોએ મા ચંદ્રઘટાની ઉપાસના કરવી જોઈએ. હળદરની માળાથી યથાયોગ્ય બગલામુખી માતાનો મંત્ર જાપ કરો. ઘંટા એ બ્રહ્મનાદનું પ્રતિક છે. જે ભક્તોના ભય અને વિધ્નોને પોતાના ધ્વનિ દ્વારા મૂળથી નષ્ટ કરે છે.



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ વખતની નવરાત્રીમાં કેવી ફેશનનો ટ્રેન્ડ રહેશે, શું કહે છે યુવતીઓ અને યુવાનો