નવરાત્રિની ઓળખ દાંડિયા વિશે રોચક વાતો

જાણો દાંડિયા વિશે

નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે... લોકોની ખરીદદારી પણ ચાલુ થઈ ગઈ છે.... ગલી, પોળ, મેદાન શણગારવા શરૂ થઈ ગયા છે. ગરબાની પંક્તિઓ સાંભળી લોકો થીરકવા માંડ્યા છે. કેટલો ઉલ્લાસ અને ઉમંગ લઈન આવે છે નવરાત્રિ. નવરાત્રિમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. ચણિયાચોળીથી માંડીને ઓર્નામેંટસની ધૂમ ખરીદી કરવામાં આવે છે. આ નવરાત્રિનુ એક બીજુ જરૂરી ઓર્નામેંટ્સ છે દાંડિયા...

ક્યાં બને છે દાંડિયા - આજે તો અવનવા શણગારેલા દાંડિયા મળે છે. તમે વિચાર્યુ છે કદી કે આ દાંડિયા ક્યા બનતા હશે. સામાન્રીતપેંડમાટજાણીતરાજકોટ દાંડિયા માટે પણ તેટલુ જ વખણાય છે . દર વર્ષે લાખો રૂપિયાના દાંડિયા રાજકોટથી અમેરિકા,લંડન,મુંબઈ, દરાબાદ,કલકત્તા,મદ્રાસ તેમજ ગુજરાત સહિત વિશ્વભરમાં નિકાસ થાય છે.

આ ઉપરાંત ગોધરામાં પલગભગ 100 જેટલા કારખાના અને ગોધરાની આસપાસ 60 કારખાનાઓ આવેલા છે. આ કારખાનામાં 500થી વધુ કારીગરો કામ કરે છે. આ કારખાનામાં કામ કરતા યુવકો મોટેભાગે મુસ્લિમ યુવાનો છે. જે બે વર્ષની તાલિમ બાદ દાંડિયા બનાવે છે અને રોજના 100 થી 150 રૂપિયા કમાય છે. ગોધરામાંથી દાંડિયા દેશભરમાં મોકલવામાં આવે છે. ગોધરામાં આ વ્યવસાય મુસ્લિમો કરે છે, જે પેઢી દર પેઢીથી ચાલી રહ્યો છે.
 
P.R


દાંડિયાની લેટેસ્ટ ડિઝાઈન - આમ તો દર વર્ષે જુદી જુદી વેરાયટીના દાંડિયા બજારમાં જોવા મળે છે. આ વર્ષે નવી લાઈટવાળા દાંડિયા આવ્યા છે. ઉપરાંત બેરિંગવાળા, ચુંદડી વાળા,લાકડાના,એલ્યુમિનિયમના, તેમજ પારદર્શી દાંડિયા મળે છે. . આ વર્ષે દાંડિયામાં નવી ત્રણ વેરાઈટી આવી છે. રાજા-રાણી દાંડિયામાં એક દાંડિયા ઉપર રાજા અને બીજા દાંડિયા ઉપર રાણી ચોંટાડેલી હોવાથી દેખાવે આ દાંડિયા સુંદર દેખાય છે.

ગોલ્ડન મેટલ, કલરફૂલ મેટલ, લાકડાંના દાંડિયા, તૂઈ અને કોડીવાળા દાંડિયા અને સાગના સ્પેશિયલ દાંડિયા બજારમાં જોવા મળ્યા છે. યુવતીઓએ ચણિયાચોળી સાથે મેચિંગ દાંડિયાઓ શોધી રહ્યા છે. ઓર્નામેન્ટસમાં એન્ટીક સેટ લેટેસ્ટ છે મલ્ટીકલરના લોંગસેટ, કમરબેલ્ટ, બલૈયા, ટીકા, દામડીની ખરીદી થઈ રહી છે.

તે ઉપરાંત એક દાંડિયામાં પાંચ-સાત નાની લાઈટોવાળા દાંડિયાએ ખાસ આકર્ષણ જમાવ્યું છે. આ વર્ષે ગ્રાહકોને આકર્ષવા લાઈટવાળા દાંડિયાન નવી આઈટમ બજારમાં આવી છે. આ દાંડિયામાં એક સરકીટ ફીટ કરવામાં આવે છે જે બેટરીથી ઓપરેટ થાય છે. આ દાંડિયામાં રહેલી સ્વીચથી લાઈટ ચાલુ બંધ થઈ શકે છે.

કોણે કેવા દાંડિયા ગમે - નવરાત્રિમાં જેમ ચણિયાચોળી, ઓર્નામેન્ટસ અને ગરબામાં દેશી અને વેસ્ર્ટન સ્ટાઈલનો સમન્વય જોવા મળે છે તેવી જ રીતે દાંડિયાની અવનવી વેરાઈટીઓ આ વર્ષે બજારમાં જોવા મળી છે.

 
P.R
યુવતીઓને મોટે ભાગે લાકડાના, ચણિયાચોળી સાથે મેચ કરે તેવા અને વર્ક કરેલા દાંડિયા વધારે પસંદ કરે છે તો વળી યુવકોને બેરિંગવાળા તેમજ લાઈટવાળા દાંડિયા વધારે ગમે છે. નાની-નાની બાળાઓ માટે દુકાનદાર ખાસ પ્રકારના નાના દાંડિયા બનાવે છે.

એક જમાનામાં દાંડિયાને લઈને નવરાત્રિ ખૂબ જ પ્રચલિત હતી, એ હવે ધીરે ધીરે આઉટ ઓફ ફેશન થવા માંડ્યા છે. જ્યારથી દોઢિયા સાથે વિવિધ સ્ટેપ પ્રચલિત બન્યા છે ત્યારથી ભાગ્યેજ કોઈ જગ્યાએ દાંડિયા રાસ રમતા જોવા મળે છે.

વેબદુનિયા પર વાંચો