Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ, 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન

અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ, 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન
અમદાવાદઃ , સોમવાર, 10 એપ્રિલ 2023 (16:47 IST)
હવામાન વિભાગે 12 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ફરીવાર માવઠાની આગાહી કરી
રાજ્યમાં એક તરફ ગરમી બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે
 
 ગુજરાતમાંથી માવઠાની આફત હજુ ટળી નથી. આવતીકાલથી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ગુજરાતમાં એક બાજુ ગરમી તો બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં 11થી 15 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. ગરમ-સૂકા પવનોની અસરથી આ ઉનાળામાં પહેલીવાર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી છે. 
 
એએમસીની કામ વગર બહાર ન નીકળવાની સલાહ  
અમદાવાદ સહિત 12 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધુ નોંધાયો છે. આગામી બે દિવસ ગરમીનું જોર રહેશે. એ પછી રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારમાં 11થી 13 એપ્રિલ વરસાદ પડી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11થી 15 એપ્રિલ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો મહત્તમ 41 ડીગ્રી સુધી જવાની શક્યતા છે, જેને લઈ એએમસીએ કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આરોગ્ય વિભાગની ટીમોને ગરમી સામે સંરક્ષણાત્મક પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યો છે.
 
ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉદભવેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. બે દિવસ બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે. આજે અને આવતીકાલે કચ્છ, સાબરકાંઠા, વડોદરા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. 
 
અમદાવાદમાં ગરમીનો પારે 41 ડિગ્રીએ પહોંચી શકે
આ ઉપરાંત 12, 13 અને 14 એપ્રિલે વરસાદની આગાહી છે. આ દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદી માહોલ રહેશે. વરસાદની સાથે જ બે દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં 2 ડિગ્રી તાપમાન વધારો નોંધાશે. આજે અમદાવાદમાં ગરમીનો પારે 41 ડિગ્રીએ પહોંચી શકે છે. રાજ્યમાં એક તરફ ગરમી બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dalai Lama Apologises: દલાઈ લામાના બાળકને કિસ કરવાના વીડિયો પર વિવાદ, હવે નિવેદન જારી કરીને માફી માંગી