Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શશિકલાની તાજપોશી પહેલા બાગી બન્યા પનીરસેલ્વમ, હવે આગળ શુ થશે ?

શશિકલાની તાજપોશી પહેલા બાગી બન્યા પનીરસેલ્વમ, હવે આગળ શુ થશે ?
, બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:37 IST)
તમિલનાડુના સીએમ પદ પર એઆઈએડીએમકે મહાસચિવ શશિકલાની તાજપોશી પહેલા પાર્ટીમા મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. શશિકલા માટે સીએમ પદ પરથી રાજીનામુ આપનારા ઓ. પનીરસેલ્વમ હવે બાગી થઈ ચુક્યા છે. ચેન્નઈમા મંગળવારે રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા પછી પન્નીરસેલ્વમે શશિકલા વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો અને કહ્યુ કે જયલલિતા મને સીએમ પદ પર જોવા મનગતી હતી અને તેમની પાસેથી બળજબરીથી રાજીનામુ લેવામાં આવ્યુ. પોતાના બચાવમા સામે આવેલી શશિકલાએ કહ્યુ કે પાર્ટીમાં કોઈ ફૂટ નથી અને તેની પાછળ ડીએમકેનુ ષડયંત્ર છે.  હવે તેની નજર એ વાત પર છે કે તમિલનાડુના રાજકારણમાં આગળ શુ થશે ? 
 
શુ બે ભાગમાં વહેંચાઈ જશે AIADMK ?
 
પનીરસેલ્વમની બગાવત પછી પાર્ટીમાં વિભાજનની સૌથી વધુ શક્યતા છે. તાજેતરના દિવસોમાં પાર્ટીના અનેક નેતા શશિકલા સાથે બગાવત કરી સામે આવ્યા છે. પાર્ટી નેતા પાંડિયને મંગળવારે પ્રેસ કૉન્ફ્રેંસ કરી જયલલિતાના મોત પાછળ ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. સીધી રીતે તેમનુ નિશાન શશિકલાની ટીમ પર હતુ. આ પહેલા રાજ્યસભા સાંસદ અને પાર્ટીમાંથી નિષ્કાસિત નેતા શશિકલા પુષ્પા પણ શશિકલા નટરાજન વિરુદ્ધ મોરચો ખોલી ચુક્યા છે. હવે પન્નીરસેલ્વમની બગાવત પછી પાર્ટીમાં ભાંગી પડવાની શક્યતા વધી ગઈ છે. 
 
શુ છે તમિલનાડુ વિધાનસભાની સ્થિતિ ? 
 
AIADMK- 134
DMK- 89
CONG- 8
OTHERS- 2
TOTAL- 234
 
પનીરસેલ્વમ એકલા અટુલા!
 
AIADMKના સાંસદ નવનીતક્રિશ્નને જો કે સ્પષ્ટપણે જણાવતા કહી દીધુ કે પાર્ટીના લોકો ચિનમ્મા સાથે છે. તેમણે કહ્યું કે ચિનમ્મા જ તામિલનાડુના આગામી મુખ્યમંત્રી બનશે તેમાં કોઈ શક નથી. પાર્ટીના બધા વિધાયકો તેમની સાથે છે.
 
જયલલિતા હોસ્પિટલમાં હતા ત્યારે પનીરસેલ્વમને મળવા ન દેવાયા
 
તામિલનાડુના રાજકારણમાં મંગળવારથી જે નાટકીય વળાંક આવ્યો છે તે દરમિયાન ઓ પનીરસેલ્વમે એમ પણ જણાવ્યું કે દિવંગત મુખ્યમંત્રી જયલલિતા જ્યારે હોસ્પિટલમાં હતાં ત્યારે તેઓ રોજ તેમની ખબર કાઢવા જતા હતાં પરંતુ તેમને એકવાર પણ મળવા ન દેવાયા. તેમણે એમ પણ કહ્યું કે હાલ જે કઈ થઈ રહ્યું છે તેની પાછળ એક શક્તિ જવાબદાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાયબર ગુનાના ઉકેલ માટે હવે ગુજરાત ‘‘સાયબર કોપ્સ’’થી સજ્જ