Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Coldwave- 9 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ, 12માં કોલ્ડ વેવ અને ધુમ્મસની ચેતવણી

Cold wave
, રવિવાર, 22 ડિસેમ્બર 2024 (07:20 IST)
Weather Updates- દેશભરમાં તીવ્ર ઠંડીના કારણે લોકો ધ્રૂજી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ તાપમાન માઈનસમાં છે તો કેટલીક જગ્યાએ ઠંડીના કારણે લોકો થરથરી રહ્યા છે. કેટલીક જગ્યાએ વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે ઉત્તરાખંડના પિથોરાગઢના ધારચુલામાં ભૂસ્ખલન થયું હતું જેના કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરમાં 40 દિવસની તીવ્ર ઠંડીનો સમયગાળો ચિલ્લાઇ કલાન શરૂ થયો છે. શ્રીનગરમાં 133 વર્ષમાં ત્રીજી વખત તાપમાન -8.5 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર ભારત ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. દક્ષિણ ભારતમાં વરસાદનો કહેર છે.
 
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 28 ડિસેમ્બર સુધી હવામાનની અપડેટ આપી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવશે. 27 થી 31 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બસ્તરમાં થયો દુ:ખદ અકસ્માત, મિની વાન પલટી જતાં 4 લોકોનાં મોત; 30 લોકો ઘાયલ