Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબ છોડીને ચારેય રાજ્યમાં અમારી જ સરકાર બનશે - અમિત શાહ

પંજાબ છોડીને ચારેય રાજ્યમાં અમારી જ સરકાર બનશે - અમિત શાહ
નવી દિલ્હી. , શનિવાર, 11 માર્ચ 2017 (16:34 IST)
પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થતા થતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે પાંચ રાજ્યોના પરિણામો લગભગ જાહેર જ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સાહિત  અને આનંદિત કરનારો છે.. તેમને દાવો કર્યો કે પંજાબ છોડીને બાકી ચાર રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં બીજેપી જ સરકાર બનાવશે. 
 
-પ્રેસ વાર્તા દરમિયાન અમિત શાહ દ્વારા કહેવામાં આવેલ મુખ્ય વાતો... 
- બીજેપી કાર્યકર્તાઓનું ધન્યવાદ.. 
- આ ઐતિહાસિક જનાદેશ છે. 
- રાજ્યોની જનતાએ કરારો જવાબ આપ્યો છે. 
- આ જીત આવનારા દિવસોમાં જાતિવાદ, પરિવારવાદનો અંત કરશે. 
- આ બીજેપીની ગરીબોન્મુખ નીતિયોની જીત છે.. 
- આ પ્રદર્શનની રાજનીતિની જીત છે.. 
- નોટબંધી અને જન-ધનથી બીજેપીને મદદ મળી.. 
- રવિવારે સાંજે 6 વાગ્યે બીજેપી મુખ્યાલયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરવામાં આવશે. 
- પંજાબની હારની વિનમ્રતાની સાથે સ્વીકાર કરે છે. 
- જનતાએ (પ્રધાનમંત્રી નરેન્દ્ર) મોદીના કામની પ્રશંસા કરી છે... 
- આજે બધાએ કબૂલ કરી લેવુ જોઈએ કે આઝાદી પછી પીએમ મોદી અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપની જીત પર શુ બોલ્યા મુસલમાન ?