Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

એસિડ અટેક સર્વાઈવર બહેનના લગ્નમાં પહોંચ્યો વિવેક ઓબેરોય, કહ્યુ અસલી Hero

વિવેક ઓબેરોય
, બુધવાર, 24 મે 2017 (11:09 IST)
એસિડ અટેક સર્વઈવર્સને સમાજમાં કેટલી મુસીબતોનો સામનો કરવો પડે છે. આ કોઈનાથી છિપાયુ નથી. આમ તો ઘણી બધી સંસ્થાઓ અને લોકો એસિડ અટેક સર્વાઈવર્સ માટે પ્રયાસરત છે. પણ આ પ્રયાસમાં એક અભિનેતા જોડાય જાય તો વાત દૂર સુધી પહોંચી જાય છે. 
 
વિવેક ઓબેરોયે પણ કંઈક આવુ જ કર્યુ છે. વિવેક એસિડ અટેક સર્વાઈવર લલિતા બંસીના લગ્નમાં પહોંચ્યા. લલિતા પર 2012માં જ તેમના જ પરિવારના એક સભ્યએ એસિડ ફેંક્યુ હતુ. વિવેક લલિતાને પોતાની નાની બહેન માને છે અને લગ્નમાં પહોંચીને તેમણે નવવિવાહિત કપલને આશીર્વાદ અને શુભકામનાઓ આપી. 

 
વિવેકે લગ્ન વિશે પોતાના ટ્વિટર હૈંડલ પર ટ્વીટ કરી કહ્યુ, 'મારી નાની બહેન લલિતા બંસીની અદ્દભૂત પ્રેમ કહાની. તે એક એસિડ સર્વઈવર છે. આજે તે રવિ શંકર સાથે લગ્નના બંધનમાં બંધાય ગઈ. જે તેન ખૂબ જ પ્રેમ કરે છે." 
 

વિવેકે એક વધુ ટ્વીટ કરી કહ્યુ, "લલિતા અસલી હીરો છે કારણ કે તેણે હજારો એસિડ અટેક સર્વાઈવર્સને આ સંદેશ આપ્યો છે કે એસિડ અટેક એક કૉમા હોય છે. ફુલસ્ટોપ નહી. જીવનમાં અનેક શક્યતાઓ હોય છે.  

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PAK પર ભારત હવે સખત કાર્યવાહી કરી રહ્યુ છે - US, ટ્રમ્પે રોકી 1200Crની મદદ