Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાગાલેંડ - સ્થાનીક સ્વરાજ્યોની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનમાત આપવાના વિરોધમાં હિંસા, CMનું ઘર સળગાવ્યુ

નાગાલેંડ -  સ્થાનીક સ્વરાજ્યોની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનમાત આપવાના વિરોધમાં હિંસા, CMનું ઘર સળગાવ્યુ
કોહિમા. , શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (10:41 IST)
શહેરી સ્થાનીય સ્વરાજ્યોની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના વિરોધ પછી  લોકોએ નાગાલેંડની રાજધાનીમાં કેટલાક સરકારી કાર્યાલયમાં તોડફોડ કરી અને કોહિમા નગર પરિષદની ઈમારતને આગને હવાલે કરી દીધી. પ્રત્યક્ષદર્શિયોએ જણાવ્યુ કે ક્ષેત્રીય પરિવહન કાર્યાલય અને માદક પદાર્થોના સરકારી કાર્યાલયને પણ હિંસક ભીડે આગના હવાલે કરી દીધી.  આ લોકો જનજાતીય સમૂહોનો વિરોધ છતા ચૂંટણી માટે આગળ વધવાને લઈને મુખ્યમંત્રી ટીઆર જેલિઆંગ અને તેમની આખી કેબિનેટનુ રાજીનામુ માંગી રહ્યા હતા. 
 
જોકે નાગાલેન્ડના ડીજીપીએ આજે દાવો કર્યો છે કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. પરંતુ ગઈકાલે કોહિમામાં હિંસા ભયાનક રીતે ભડકી હોવાની માહિતીને સમર્થન આપ્યું છે. સમગ્ર વિસ્તારમાં સેનાની 5 ટુકડીઓ તહેનાત કરાઈ છે. આ હિંસા ત્યારે ભડકી જ્યારે મહિલાઓને અનામત મામલે વિરોધ કરતા પ્રદર્શનકારીઓ અને પોલિસ વચ્ચે જપાજપીમાં બે યુવકોના મોત થયા અને કેટલાંક લોકો ઘાયલ થયા. પ્રદર્શનકારીઓએ મુખ્યપ્રધાન ટી.આર.જેલિઆંગ અને તેમની સરકારના રાજીનામાં સુધી બંને મૃતકોની અંતિમવિધિ કરવાની ના પાડી દેતા હાલ સ્થિતિ ગંભીર છે. નાગાલેન્ડની જનજાતીય સંસ્થા અહીં મહિલાઓને ચૂંટણીમાં અનામત આપવાનો વિરોધ કરી રહ્યું છે.
 
બીજીબાજુ સરકારે મોબાઈલ ઇન્ટરનેટ સર્વિસ ઠપ કરી દીધી છે. આદિવાસી સંસ્થા એનટીએસીના પ્રવક્તાએ કહ્યું કે પ્રદર્શનકારીઓએ મૃતદેહને મુખ્યમંત્રી ટી.આર.જેલિઆંગ અને સત્તાધારી પાર્ટી એનપીએફના અધ્યક્ષ ડૉ.શુરહોજીલાયના ઘરની સામે લાવવાની માંગણી કરી. તેમણે કહ્યું કે સરકારની સમક્ષ મુદ્દાને ઉઠાવા માટે સમિતિની રચના કરાઈ છે. સમિતિની રચના ગુરૂવારના રોજ આપાતકાલીન બેઠકમાં કરાઈ.
 
એનટીએસી (કોહિમા)એ રાજભવનને એક મેમો સોંપ્યો, તે દરમ્યાન રાજ્યપાલ પી.બી.આચાર્ય ત્યાં હાજર નહોતા. મેમોમાં કહ્યું છે સ્થિતિ એટલા માટે હિંસક બની ગઇ છે કારણ કે મુખ્યમંત્રી અને તેમની કેબિનેટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ટાળવાની લોકોની લોકતાંત્રિક માંગ વિરૂદ્ધ જવાનો નિર્ણય કર્યો. પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા બે યુવકોને ‘નાગા શહીદ’ તરીકે જાહેર કરાયા છે. એનટીએસી એ ગોળીબારી કરનાર પોલીસકર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોકિયા p1 નો વીડિયો યૂટ્યૂબ પર થયો લીક, આ છે ડિઝાઈન