Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

ઉત્તરાખંડના પૌડીમાં યાત્રિકોની બસ ખીણમાં પડી, બસના બે ટુકડા, 45થી વધુનાં મોત

ઉત્તરાખંડના પૌડીમાં યાત્રિકોની બસ ખીણમાં પડી, બસના બે ટુકડા, 45થી વધુનાં મોત
, રવિવાર, 1 જુલાઈ 2018 (16:44 IST)
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં એક ભીષણ અકસ્માત થયો છે. નૈનીડાંડા બ્લોકમાં પિપલી-ભૌન રોડ પર યાત્રિકોની એક બસ ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 45થી વધુ લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બસ ખીણમાં પડતાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. એસડીઆરએફની ટીમને હેલિકોપ્ટરથી મોકલી રાહત અને બચાવ કામ ચાલુ થઇ ગયું છે.
 
સુત્રોના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના આજે સવારે લગભગ 8:45 વાગે બની હતી. નૈનીડાંડા બ્લોકમાં પિપલી-ભૌન રોડ પર ગ્વીન પુલની પાસે બસે કાબૂ ગૂમાવતા ખીણમાં પડી હતી.  યાત્રિકોથી ભરેલી એક પ્રાઈવેટ બસ UK12C-0159  ભૌનથી રામનગર જઈ રહી હતી, આ વિસ્તારના જ એક ગામમાં જાગરણનું આયોજન કરાયું હતુ. આ જાગણરમાંથી લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
 
પહાડી વિસ્તાર હોવાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.. પ્રશાસનને હજુ મોતોની સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. સ્થળ પર રેસ્કયુ ઓપરેશન માટે એસડીઆરએફ અને પોલીસની ટીમો મોકલાઇ છે. સ્થાનિક લોકો પણ રેસ્કયુમાં લાગ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, લોકો ઘરની બહાર નિકળી ગયા