યુપીના અયોધ્યામાં મોડી રાત્રે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિધાનસભાના વિશેષ સચિવ બ્રિજભૂષણ દુબેનું મોત થયું બ્રિજ ભૂષણ દુબેનો પુત્ર પણ કાર અકસ્માતમાં ઘાયલ થયો છે. પરંતુ પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી
ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વિધાનસભાના વિશેષ સચિવનું કાર અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત સમયે વિશેષ સચિવ બ્રિજ ભૂષણ દુબે (52)નો પુત્ર કાર ચલાવી રહ્યો
હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કાર ખૂબ જ સ્પીડમાં હતી. ઓવરટેક કરતી વખતે કાર કાબૂ બહાર ગઈ હતી. ત્યારબાદ તે આગળ વધીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. એટલામાં સામેથી એક ટ્રક આવી રહી હતી, તે કારને કચડીને આગળ વધી ગઈ હતી.
અકસ્માતમાં કાર સવાર બ્રિજભૂષણ દુબે અને તેમના પુત્ર ક્રિષ્ના ઘાયલ થયા હતા. ત્યાં હાજર લોકો તરત જ બંનેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાંના તબીબોએ બ્રિજ ભૂષણને મૃત જાહેર કર્યા હતા. પુત્રને સામાન્ય ઈજાઓ થઈ છે. પ્રાથમિક સારવાર બાદ ક્રિષ્નાને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી.