તમામ ઉતાર ચઢાવ અને આશા-નિરાશસ પછી ઉત્તર પ્રદેશમાં સતારૂઢ સમાજવાદી પાર્ટી(સપા)અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા ચૂંટનીપહેલા ગઠબંધનનુ ઔપચારિક એલાન કરવામાં આવ્યુ. સપાના ક્ષેત્રીય અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલ અને કોંગ્રેસી સમકક્ષ રાજ બબ્બરે અહી આયોજીત સંયુક્ત પ્રેસ કોંન્ફ્રેસમાં આ ગઠબંધનની જાહેરાત કરી.
સપા 298 અને કોંગ્રેસ 105 સીટો પર ચૂંટણી લડશે.
પટેલે જણાવ્યુ કે સાંપ્રદાયિક શક્તિઓ અને ભાજપાને મૂળથી ઉખાડવાના સંકલ્પ સાથે બનાવેલ આ ગઠબંધન પ્રદેશની બધી 403 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસના ક્ષેત્રીય અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યુ કે દેશની વ્યવસ્થા અને પ્રદેશના વાતાવરણને જોતા વિધાનસભા ચૂંટણીમાં સપા અને કોંગ્રેસ ચૂંટણી પહેલા ગઠબંધન માટે પરસ્પર તૈયાર થયા છે.
કોંગ્રેસે રજુ કરી 41 ઉમેદવારોની પ્રથમ યાદી
વિવાદિત નેતા ઈમરાન મસૂદનુ નામ સામેલ. કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 41 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી રજુ કરી. મોડી સાંજે રાજુ થયેલ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતિન પ્રસાદ અને વિવાદિત નેતા ઈમરાન મસૂદનુ નામ સામેલ છે.