Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP Civic Poll Result - યુપીમાં ફરી ચાલ્યો બીજેપીનો જાદુ...16માંથી 13 મેયર બેઠકો પર ભાજપ આગળ

UP Civic Poll Result - યુપીમાં ફરી ચાલ્યો બીજેપીનો જાદુ...16માંથી 13 મેયર બેઠકો પર ભાજપ આગળ
, શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (12:35 IST)
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા પછી સત્તામાં યોગી આદિત્યનાથની પ્રથમ અગ્નિપરીક્ષા ચાલુ છે.. આ પરિક્ષામાં સીએમ યોગી પાસ થતા દેખાય રહ્યા છે. પણ આ ચૂંટણીમાં જો ભારતીય જનતા પાર્ટીને કોઈ ટક્કર આપી રહ્યુ છે તો તે છે બહુજન સમાજ પાર્ટી, બસપા બે સીટો પર આગળ છે.. તો અનેક સ્થાન પર બીજા નંબર પર છે અને બીજેપીને ટક્કર આપી રહી છે. 
 
ઉતર પ્રદેશમાં 16 મ્યુ.કોર્પો, 198 નગરપાલિકા પરિષદ અને 438 નગર પંચાયતોમાં 3 તબક્કે યોજાયેલી ચૂંટણીના ટ્રેન્ડ મળી રહ્યા છે. 75 જીલ્લાના 334 કેન્દ્રો ઉપર કાઉન્ટીંગ ચાલી રહ્યુ છે જેમાં આ લખાય છે ત્યારે મળેલા ટ્રેન્ડ અનુસાર યુપીમાં યોગીનો જાદુ ફરી એક વખત ચાલ્યો છે અને ભાજપનું વાવાઝોડુ ફુંકાયુ છે. આ લખાય છે ત્યારે 652માંથી 228 બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે જેમાં ભાજપ115, સપા 31, બસપા પર, કોંગ્રેસ 12 અને અન્યો 18 બેઠક પર આગળ છે. 16માંથી 13 મેયર બેઠકો ઉપર ભાજપ આગળ હોવાનુ જાણવા મળે છે.
 
 આગ્રા, અલ્હાબાદ, લખનૌ, મુરાદાબાદ, કાનપુર, ગાઝીયાબાદ, સરાહનપુર, ગોરખપુરમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. 652 અર્બન લોકલ બોડી માટે આજે સવારે મત ગણતરી શરૂ થઇ હતી જેમાં સત્તારૂઢ ભાજપને શરૂઆતથી જ સરસાઇ મળી હતી. ભાજપના મેયર પદના ઉમેદવારો મેરઠ, સરાહનપુર, લખનૌ, ગાઝીયાબાદ અને ગોરખપુરમાં આગળ ચાલી રહ્યા છે. આમ 13માં ભાજપ આગળ છે જયારે એક પર સપા અને બેમાં બસપા આગળ છે.

અલ્હાબાદમાં ભાજપાના મેયર ઉમેદવાર અભિલાષા ગુપ્તા નંદી પોતાના હરિફ કૉંગ્રેસના વિજય મિશ્રા કરતાં 14546 મતોથી આગળ. ભાજપા (અભિલાષા ગુપ્તા નંદી) 27596, કૉંગ્રેસ (વિજય મિશ્રા) 13050, સપાના વિનોદ ચંદ્ર દુબે 12999, બસપાના રમેશ ચંદ્ર કેસરવાની 7603.
અત્યાર સુધીમાં કાઉન્સિલર સીટો પર જીત: બસપા-7, ભાજપા-30, કૉંગ્રેસ-4, સપા-16, બાકી 18 અપક્ષના ઉમેદવાર
– વારાણસી: નવ રાઉન્ડમાં ભાજપાના મૃદુલા જયસ્વાલ સપાના સાધનાથી લગભગ 32000 વોટ આગળ, ભાજપા 67251, સપા 35335 અને કૉંગ્રેસ 20376 વોટ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મીટિંગના બહાને ભાજપનો પ્રચાર કરતી શિક્ષિકાઓ મોઢું સંતાડીને ભાગી