Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનોખો વૈલેંટાઈન ડે ! પહેલા પ્રેમી જોડાના શકમાં પતિ-પત્નીને માર્યા, પછી આક્રોશિત ભીડે બજરંગદળના કાર્યકર્તાઓને પણ દોડા-દોડાવીને માર્યા

lover
ફરીદાબાદ. , બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (14:06 IST)
વેલેંટાઈન ડે આવતા જ કેટલાક લોકો પ્રેમના સપના જોવા શરૂ કરી નાખે છે. બીજી બાજુ બજરંગ દળ ખુલ્લામાં આ સપનાને જોનારાઓને પાઠ ભણાવવા નીકળી પડે છે. દિલ્હીની નિકટ આવેલા ફરીદાબાદથી એવો મામલો સામે આવ્યો છે જ્યા આ વખતે કંઈક જુદો જ નજારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ અહી એક પતિ-પત્ની પાર્કમાં બેસ્યા હતા. ત્યારે કથિત રૂપે કેટલાક બજરંગદળના લોકો આવ્યા અને પ્રેમીયુગલ સમજીને તેમની સાથે મારામારી કરી. આ મામલા વિશે જ્યારે આસપાસના લોકોને જાણ થઈ તો આક્રોશિત ભીડે બજરંગદળના કાર્યકર્તાઓને દોડા-દોડાવીને માર્યા. 
 
શુ છે આખો મામલો 
 
આ ઘટના ફરીદાબાદના પાંચ નંબર વિસ્તારની છે. અહીના NIT-3 ત્રિકોના પાર્કમાં પતિ-પત્ની બેંચ પર બેસ્યા હતા. આ દરમિયાન ભગવા કપડામાં કેટલાક લોકો આવ્યા અને ખુદને બજરંગદળના કાર્યકર્તા બતાવવા લાગ્યા. આ કાર્યકર્તા પતિ-પત્ની સાથે ગેરવર્તણૂક અને મારામારી કરવા લાગ્યા. જ્યારે મહિલાએ બૂમો પાડી તો આસ-પાસના લોકો જમા થઈ ગયા અને તેમણે ખુદને બજરંગદળના કાર્યકર્તાઓ બતાવનારાઓને દોડા-દોડાવીને માર્યા. જો કે પોલીસનુ કહેવુ છે કે કોઈએ રિપોર્ટ નોંધાવી નથી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષી હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં એમેઝોન કંપનીમાં વર્ક ફ્રોમ હોમની કાયમી નોકરીની લાલચ આપી છેતરપિંડી