Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંગ્રેજોને મોદી સરકારનો વળતો જવાબ, UKથી આવનારને 10 દિવસ ક્વારંટીન રહેવુ ફરજીયાત

અંગ્રેજોને મોદી સરકારનો વળતો જવાબ, UKથી આવનારને 10 દિવસ ક્વારંટીન રહેવુ ફરજીયાત
, શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (21:42 IST)
ભારતીય કોરોના વેક્સીન સર્ટીફિકેટને માન્યતા ન આપવા બદલ ભારતે બ્રિટિશ સરકારને વળતો જવાબ આપ્યો છે. હવે બ્રિટનથી આવતા લોકો માટે ભારતમાં 10 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજીયાત રહેશે. બ્રિટને હજુ સુધી ભારતના કોરોના વેક્સીન પ્રમાણપત્રને માન્યતા આપી નથી, જેના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, બ્રિટને ભારતમાં માન્ય રસીઓમાંથી કોવિશિલ્ડ રસીને મંજુર રસીઓમાંથી બાકાત રાખી હતી, જેના પર ભારતે 'ટીટ ફોર ટેટ' (જેવા સાથે તેવા) વલણ અપનાવીને કાર્યવાહીની ચેતવણી આપી હતી. ત્યારબાદ બ્રિટિશ સરકારે રસીને મંજૂરી આપી, પરંતુ પ્રમાણપત્ર પર સવાલ ઉઠાવવામાં આવ્યા, જે ટેકનિકલ મુશ્કેલીઓ સાથે સંકળાયેલા હતા.
 
ભારત દ્વારા રજુ કરાયેલા આ નવા નિયમ 4 ઓક્ટોબરથી અમલમાં આવવાના છે. કોઈપણ દેશની નાગરિકતા ધરાવતા લોકોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં. બ્રિટનથી આવતા દરેક પેસેન્જરે 10 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. એટલું જ નહીં, આ માટે વેક્સીનશનની સ્થિતિ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી ભલે આવનારા મુસાફરે કોરોનાની રસીની બંને રસી લીધી હોય તો પણ તેને આઈસોલેશનમાં રહેવું પડશે. આ સિવાય ભારતમાં આવવા માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે, તે જરૂરી રહેશે કે તેમની પાસે મુસાફરીના 72 કલાક પહેલા કોરોના RTPCR પરીક્ષણનો રિપોર્ટ હોય.
 
ભારત આવ્યા બાદ પણ બે વખત કરવામાં આવશે RT-PCR ટેસ્ટ 
 
આ સિવાય એરપોર્ટ પર પહોંચ્યા બાદ પણ RTPCR ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, ભારત આવ્યાના 8 દિવસ પછી, તમારે ફરી એકવાર આ પરીક્ષામાંથી પસાર થવું પડશે. ભારતમાં આવ્યા પછી, ઘરે અથવા સંબંધિત સરનામે (જ્યાં પ્રવાસીએ જવું હોય) 10 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું જરૂરી રહેશે. ભારત સરકારે આ નિયમોનો અમલ કરવા માટે આરોગ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયને આદેશ આપ્યો છે.
 
બે વેક્સીન લઈ ચુકેલા ભારતીયોને પણ અનવૈક્સીનેટ જ માની રહ્યુ છે બ્રિટેન 
ઉલ્લેખનીય છે કે કે તાજેતરમાં બ્રિટિશ સરકારે 4 ઓક્ટોબરથી અમલમાં આવનારી ટ્રાવેલ ગાઈડલાઈન રજુ કરી હતી, જેમા કોવિડશિલ્ડ વેક્સીને મંજૂરી આપવામાં આવી. પણ ત્યારબાદ ભારતમાં વેક્સીન લગાવવા પર રજુ થનારા CoWin સર્ટિફિકેટને લઈને પેચ ફંસાવી દીધો. જેને કારણે વેક્સીનને મંજુરી મળ્યા પછી પણ ભારતીય મુસાફરોને રાહત મળી નહી. એટલુ જ નહી સર્ટિફિકેટને માન્યતા ન મળવાને કારણે ભારતમાં બે ડોઝ લઈ ચુકેલા લોકોને પણ અનવેક્સીનેટેડ જ માનવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંબાજી મંદિર ખૂલ્લું રાખવાના નિર્ણયથી યાત્રિકોમાં આનંદ છવાયો, વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી મંદિર ખૂલ્લું રહેશે