ટ્રકે બાળકનુ માથુ કચડ્યુ, રસ્તાના ખાડામાં પડ્યો, ઉપરથી પસાર થઈ ટ્રક પરિવારની મદદ માટે કામ કરતો હતો બાળક સાઈકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. ટ્રકે કચડી નાખ્યો. ટાયર બાળકના માથા પર ફરી વળ્યુ જેના કારણે તેનુ ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ. ઘટના મંગળવાર સવાર 11.47 વાગે બાલોતરાના વીર દુર્ગાદાસ શાકભાજી માર્કેટની છે.
બાલોતરાની શાસ્ત્રી કોલોનીમાં રહેનારો પારસ(13) પુત્ર માણેકચંદ્ર માળી શાક માર્કેટ પાસે જ મેડિકલની દુકાન પર કામ કરતો હતો. બપોરે સાયકલ દ્વારા ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન પારસના પાસેથી પસાર થતુ ટ્રક અચાનક વળી ગયુ. સામે કીચડ હોવાથી સાઈકલ અનકંટ્રોલ થઈ ગઈ અને પારસ પડી ગયો. એટલામા ટ્રક બાળકને કચડીને આગળ નીકળી ગયુ.
બાલોતરા પોલીસે બાળકનુ શબ કબજે કર્યુ છે અને ટ્રકને જપ્ત કરી લીધુ છે. બીજી બાજુ ડ્રાઈવર ટ્રકને ત્યા જ છોડીને ફરાર થઈ ગયો.
પારસ (13) પ્રાઈવેટ અભ્યાસ કરતો હતો. આ વર્ષે 8મા ધોરણની પરીક્ષા આપી હતી. શાળાની રજા હોવાને કારણે પરિવારને સપોર્ટ કરવા માટે પડોશીની મેડિકલની દુકાન પર નાના-મોટા કામ કરવા માટે જતો હતો. પરિવારમાં એક નાનો ભાઈ વિનોદ (8) અને મોટી બહેન પૂજા (17) છે. મા વિકલાંગ છે.
બાળકના પિતા શાક માર્કેટમાં કરે છે કામ
પારસના પિતા વીર દુર્ગાદાસ શાકમાર્કેટમાં કામ કરે છે. ઘટનાના લગભગ અડધો કલાક પછી અકસ્માતની સૂચના બાળકના પિતાને થઈ. ઘટનાસ્થળ પર પહોચ્યા તો બાળકને મૃત જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા