Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ટ્રેન પાટા પરથી ઉતરી, મુસાફરોમાં ગભરાટ; બેંગલુરુ આસામ કામાખ્યા એક્સપ્રેસ અકસ્માત

odisha train accident
, રવિવાર, 30 માર્ચ 2025 (16:06 IST)
બેંગલુરુ આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેનના ઘણા એસી કોચ પાટા પરથી ઉતરી ગયા અને પલટી ગયા. આ અકસ્માતથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે.
 
બેંગલુરુ આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેનના 11 એસી કોચ પાટા પરથી ઉતરી ગયા અને પલટી ગયા. ચૌદ્વાર વિસ્તારમાં મંગુલી પેસેન્જર હોલ્ટ પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માતને પગલે મુસાફરોમાં ગભરાટ અને ચીસાચીસ ફેલાઈ ગઈ હતી. ટ્રેન ઉભી થતાં જ તેઓ ટ્રેનમાંથી નીચે ઉતરીને પાટા પર બેસી ગયા હતા. બચાવ કામગીરી માટે NDRF, પોલીસ અને મેડિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.


 
ટ્રેન ગુવાહાટી જઈ રહી હતી
ઈસ્ટ કોસ્ટ રેલ્વેના સીપીઆરઓ અશોક કુમાર મિશ્રાએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે આ અકસ્માત ઈસ્ટ કોસ્ટ રેલ્વેના ખુર્દા રોડ વિભાગ હેઠળના કટક-નારાગુંડી રેલ્વે વિભાગમાં થયો હતો. આ અકસ્માત રવિવારે સવારે 11.54 કલાકે થયો હતો. SMVT બેંગલુરુ-કામખ્યા એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ (12551) બેંગલુરુથી ગુવાહાટી જઈ રહી હતી ત્યારે તે અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. કોઈને ઈજા થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

DC vs SRH: હૈદરાબાદ સામે અક્ષર પટેલ બનાવી શકે છે આ 3 રેકોર્ડ, આજે જ થશે