Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રેન દુર્ઘટના: હજુ લાશો શોધી રહ્યા છે લોકો- કોઈનો કોઈ દાવેદાર નથી તો કોઈના ઘણા, DNA Test શરૂ

ટ્રેન દુર્ઘટના: હજુ લાશો શોધી રહ્યા છે લોકો- કોઈનો કોઈ દાવેદાર નથી તો કોઈના ઘણા, DNA Test શરૂ
, મંગળવાર, 6 જૂન 2023 (12:47 IST)
Tran accident news-ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનના દુર્ઘટનાગ્રસ્ત થવાના 275 પીડિતોમાંથી આશરે 100ની ઓળખ ન થઈ શકી. તેનાથી પરિવારનો દુખ વધુ વધી ગયો છે. પરિજન તેમના લાપતા પ્રિયજનની શોધમાં હોસ્પીટલના શબઘરથી લઈને બહાર ચક્કર કાપી રહ્યા છે. સેકડો ક્ષત-વિક્ષત લાશ છે જે અત્યારે પણ ગુમનામ બનેલી છે. 
 
કેટલાક શરીરના ટુકડા એવા છે જેના પર દાવા કરી રહ્યા છે. રાજ્ય સરકાર આ નક્કી કરવામાં અસમર્થ થઈ ગઈ છે કે લાશ કોને સોંપવામાં આવે. બિહારના ભાગલપુરના બે અલગ-અલગ પરિવારોએ એક જ શરીરનો દાવો કર્યો હતો. મૃતદેહ સડી ગયેલી હાલતને કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.
 
બંગાળના દક્ષિણ દિનાજપુર જીલ્લાના વાસુદેવ રૉયએ જણાવ્યુ ક તે તેમના ભાઈ અને બહનોઈની શોધમાં જુદા-જુદા હોસ્પીટલના ચક્કર કાપી રહ્યા છે. તે કોરમંડળ એક્સપ્રેસમાં સફર કરી રહ્યા હતા. જેણે જણાવ્યુ કે અમે શબઘરમાં આઠ મૃતદેહો જોયા પણ મારા ભાઈ અને બહેનના પતિ જેવા કોઈ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Junagadh News - જૂનાગઢમાંંથી 7 મહિલાઓ જુગાર રમતા પકડાઈ