Kedarnath- કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં કાટમાળ આવવાના કારણે મુસાફરો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિને પણ બહાર કાઢવામાં આવ્યો છે અને તેને સારવાર આપવામાં આવી રહી છે. રાહત અને બચાવ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. NDRF DDR YMF વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્યમાં લાગેલી છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ 7.30 વાગ્યે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી કાટમાળ અને ભારે પથ્થરો આવવાને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી.