. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથે 5 દિવસથી ચાલી રહેલી મુઠભેડની વચ્ચે રવિવારે બાંદીપોરા જીલ્લામાં ખૂબ જ દુખદ ઘટના બની.
અહીં સેનાના જવાનની સર્વિસ રાઈફલથી આકસ્મિક રીતે ફાયરિંગ થઈ ગયું. જેના કારણે એક જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય એક સાથી ઘાયલ થયો હતો.
બાંદીપોરામાં બનેલી આ ઘટનાની માહિતી પોલીસે સોશિયલ મીડિયા પર આપી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 14 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પમાંથી સામે આવી છે. અહીં ઘણા સૈનિકો લોડેડ બંદૂકો સાથે તૈનાત હતા.
ત્યારે એક જવાનની રાઈફલ ભૂલથી જમીન પર પડી ગઈ અને તેમાંથી ગોળીઓ વરસી પડી. આ ગોળીઓ 2 જવાનોને વાગી.
ઘટના પછી તરત અન્ય જવાનોએ પોતાના બંને ઘાયલ મિત્રોને હોસ્પિટલ પહોચાડ્યા જ્યા ડોક્ટરોએ એકને મૃત જાહેર કર્યો. જ્યારે કે બીજાની સારવાર કરીને તેને બચાવવાની કોશિશ ચાલુ છે.
આ દર્દનાક ઘટના પછી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્દ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ મામલે ત્યાં હાજર સૈનિકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં 5 દિવસથી એન્કાઉન્ટર ચાલુ છે
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં પણ દેશના 4 જવાન શહીદ થયા છે.